સુરત : સોશ્યિલ મીડિયામાં મહિલાને બિભત્સ મેસેજ કરી ગાળો આપનાર પકડાયો

શોસિયલ મીડિયામાં મહિલાને અલગ અલગ ફેક એકાઉન્ટો બનાવી તેના થકી ફોલો કરી બિભત્સ મેસેજ કરી ગાળો આપનારને સુરત સાયબર ક્રાઈમની ટીમે પોરબંદરના રાણાવાવ ખાતેથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી ભજનકાર હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
સુરત સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શોસિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર અલગ અલગ ફેક એકાઉન્ટો બનાવી તે એકાઉન્ટોમાંથી મહિલાને ફોલો કરી બિભત્સ મેસેજો કરી નાલાયક ગાળો આપનાર અને મહિલાનો એકાઉન્ટ હેક કરી વિડીયો ડીલીટ કરી દેવાની ધમકી આપનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા તાત્કાલિક સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી આરોપી પોરબંદરના રાણાવાવ ખાતે આવેલ વનાણા ગામના ભજનકાર કરશન ઉર્ફે કિશન રામાભાઈ કોડીયાતરને ઝડપી પાડ્યો હતો. અને હાલ તો સાયબર ક્રાઈમના પી.આઈ. તરૂણ ચૌધરીએ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.