સુરત : સોશ્યિલ મીડિયામાં શોપિંગના નામે થતી ઠગાઈમાં રિફંડ

સાયબર ક્રાઈમને લગતા નાણાંકીય છેતરપિંડીના નબાવોમાં ભોગ બનનારાઓને સુરત સાયબર ક્રાઈમની ટીમે તાત્કાલિક મદદ કરી રિફંડ અપાવ્યું હતું.
સાયબર ક્રાઈમના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો કે સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ અગ્રેસર હોય તેમ લાગી રહ્યું છે. અનેક ગુનાઓમાં આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની સાથે રિફંડ અપાવવામાં પણ સાયબર ક્રાઈમ પોલીસે અગ્રેસર થઈ રહી છે. ત્યારે શોસિયલ મીડિયામાં શોપિંગના નામે થતી ઠગાઈમાં રિફંડ અપાવવામાં પણ સુરત સાયબર ક્રાઈમ પોલીસ અગ્રેસર થઈ ગઈ છે. ત્યારે હાલમાં જ એટીએમ ફ્રોડ, લોન, લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે ઓએલએક્ષ, ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદી લગતા ફ્રોડ, કોરોના મહામારીમાં રૂપિયાની મદદ આપીશુ, બેંકમાંથી મેનેજર બોલ છુ આપનું એટીએમ કાર્ડ વેરીફાઈ કરવાનું, પે ટીએમ કંપનીના કેવાયસી અપડેટ કરાવવા માટે ભોગબનનારના મોબાઈલમાં ક્વીક સપોર્ટ અથવા એનીડેસ્ક નામની એપ્લીકેશન ઈન્સ્ટોલ કરાવી આપવા સહિતના નામે રૂપિયા પડાવવનારાઓ પાસેથી તાત્કાલિક ફરિયાદ કરનારને રિફંડ અપાવવામાં સુરત સાયબર ક્રાઈમ અગ્રેસર છે. ત્યારે હાલમાં એક ઈસમનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હોય અને તેના આધારે અજાણ્યાએ 17 હજાર 544 રૂપિયા ફ્લીપકાર્ટના માધ્યમથી ઓનલાઈન શોપીંગ કરી હતી જે મામલે તાત્કાલિક ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. ટી.આર. ચૌધરી માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરી ફરિયાદીને તેના રૂપિયા પરત અપાવ્યા હતાં. હાલ તો સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસની કામગીરીની લોકો પણ સરાહના કરી રહ્યા છે.