સુરત સચિન જીઆઈડીસીમાં નવા વર્ષની શરૂઆત - મહિલાની નિવસ્ત્ર હત્યા

સુરત સચિન જીઆઈડીસીમાં નવા વર્ષની શરૂઆત - મહિલાની નિવસ્ત્ર હત્યા

સુરતમાં નવા વર્ષના પ્રથમ દિવસે સચિનના ઉન ગામ ખાતે એક મહિલાની લાશ મળી છે. જોકે મહિલાના શરીર પર કપડાં ન હોવા સાથે મહિલા સાથે કોઈ અનિચ્છનીય ઘટના બાદ તેની હત્યા કરી લાશ ખાડી કિનારે ફેંકી દેવામાં આવી હોય તેવું લાગતા પોલીસે આ મામલે FSL ટિમની મદદથી તપાસ શરુ કરી છે.
સુરત શહેરમાં નવા વર્ષની શરૂઆત હત્યાથી થતા પોલીસ વિભાગમાં દોડધામ મચી છે.આમ તો હાલ સુરત ગુનાખોરીમાં આગળ વધી રહ્યુ છે તેવામાં સુરતના સચિન GIDC પોલીસની હદમાં આવેલ ઉન ગામ ખાતે આવેલ સવરીનગર ખાડી કિનારી આવેલી પાણીની ટાંકી નજીક ઝાડીવાળી જગ્યાએ એક મહિલાની લાશ મળી આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં પ્રાથમિ તપાસમાં મહિલાનો મૃતદેહ 24 કલાક પહેલાં ફેંકાયો હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે મહિલાના શરીર પર વસ્ત્રો ન હોવાથી મહિલાની હત્યા પહેલાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શઁકા પણ પોલીસ તપાસમાં કરી રહી છે પરંતુ હજુ આ મામલે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી હાલ આ મૃતદેહ જોતા કોઈ અનિચ્છનિય બનાવ બન્યો હોવાની શંકા નકારી શકાતી નથી.
સુરત સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે અને મહિલાની ઓળખ કરવાની તજવીજ પણ પોલીસ દ્વારા કરાઈ રહી છે.