સુરત : સમગ્ર ગુજરાતમાં એક લાખ અનાજની કીટ આપવાનું આયોજન

કોરોના ની મહામારી ને પગલે સમગ્ર ગુજરાત ના લોકો ની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તેવામાં સુરત થી ધવલ અકબારી નામના યુવકે સમગ્ર ગુજરાત મા એક લાખ અનાજ ની કીટ આપવાનું આયોજનની શરૂઆત સુરત થી કરવામાં આવ્યું છે
સુરત ને દાન પુણ્ય ની ભૂમિ કહેવામાં આવે છે .કોઈ પણ વિકટ પરિસ્થિતિ માં સુરત અડીખમ ઉભું હોય છે..લોકો ને આર્થિક રીતે બનતી તમામ મદદ સુરતીઓ હંમેશા કરતા નજરે પડે છે.. હાલ કોરોના એ સમગ્ર ગુજરાત માં અજગરી ભરડો લીધો છે.લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડયા છે તેવા મા સુરત થી એક ભામાશા લોકો ની મદદે આવ્યા છે.અને એક લાખ અનાજ ની કીટ સમગ્ર ગુજરાત મા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર ને આપવાનો નીર્ધાર કર્યો છે..જેની શરૂઆત સુરતથી કરીદેવામાં આવી છે મહત્વનું છે કે આજરોજ બ્રાહ્મણ સમાજ ના 50 થી પણ વધારે લોકો ને અનાજની કીટ તેમજ રોકડ રૂપિયા નું દાન કરવામાં આવ્યું હતું કોરોના ના કારણે લોકો ના ધંધા રોજગાર ખૂબ પડી ભાંગ્યા છે અને લોકો આર્થિક રીતે ખૂબ ભાંગી પડ્યા છે..કામ ધંધો ના હોવા ને લીધે લોકો ને ખૂબ હલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેથી લોકો ને ઘરમાં અનાજ લેવા ના પણ ફાંફા પડી રહ્યા છે .તે થી લોકો ને મદદ રૂપ થવા ધવલ અકબરી નામના યુવક આગળ આવ્યા છે અને અનાજ ની કિટ આપી રહ્યા છે.