સુરત : સમગ્ર ગુજરાતમાં ધોરણ 6 થી 8ની શાળાઓ આજથી શરૂ થઈ

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધોરણ 6 થી 8ની શાળાઓ આજથી શરૂ થઈ છે. વાલીઓના સંમતિ પત્ર અને કોવિડ ગાઈડ લાઈનના નિયમો સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. પહેલા ધોરણ 10 અને 12 ત્યારબાદ 9 અને 11 અને ત્યાર બાદ હવે 6 થી 8ની શાળાઓ શરૂ થઈ છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતની ધોરણ-6થી 8ની શાળાનો આજથી શરૂ થઈ છે. તેવામાં જ 70 ટકા વાલીઓ બાળકોને મોકલવા તૈયાર થયા છે એટલે કે શાળાને સંમતિ પત્રક આપ્યા છે. કોવિડ-19ની સ્થિતિ ઘણે અંશે સુધરતા જ શિક્ષણ વિભાગે તબક્કાવાર શાળા શરૂ કરી રહી છે. જેમાં પહેલા ધોરણ-10 અને 12ની શાળા શરૂ કરાયા બાદ ધોરણ-9 અને 11ની શાળા કરાઈ હતી. જો કે, ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની રોજેરોજની હાજરી 80થી 100% નોંધાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ઓફલાઈન એજ્યુકેશનને સારો પ્રતિસાદ મળતા શિક્ષણ વિભાગે 18 ફેબ્રુઆરીના ગુરૂવારના દિવસે એટલે કે આજથી ધોરણ-6થી 8ની શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો કર્યો હતો. અને પ્રથમ દિવસે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ પણ હોંશભેર હાજર રહ્યા હતાં. તો સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરત શહેર શાળા સંચાલક મંડળ અને રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘના અધ્યક્ષો એ જણાવ્યુ હતું કે, ધોરણ-6થી 8માં સુરત અને સુરત એસએમસી મળી 3,14,698 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના 70% વાલીએ બાળકોને શાળાએ મોકલવા માટે સંમતિ પત્રક આપ્યા છે. જોકે, ગુરૂવાર, શુક્રવાર અને શનિવાર હોવાથી આ ત્રણેય દિવસે ઓછી હાજરી જોવા મળશે. શાળાએ આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તો શાળામાં વિદ્યાર્થીઓના ટેમ્પરેચર પણ તપાસાયા હતા અને ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડાયા હતાં.
હાલ તો ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ થતા 6 થી 12ના વિદ્યાર્થીઓની શાળાઓમાં હાજરીને લઈ ફરી શાળાઓના પરિસરો ગુંજી ઉઠ્યા હતાં.