સુરત : હીરાના કારખાનામાં નોકરી કરતી યુવતી સાથે બદમાશે કરી છેડતી

વરાછા વિસ્તારમાં રહેતી અને વરાછા અંકુર ચાર રસ્તા પાસે હીરાના કારખાનામાં નોકરી કરતી યુવતી સાથે એક બદમાશે છેડતી કરી હતી અને કારખાના માલિકને ચપ્પુ બતાવી ધમકી આપતા વરાછા પોલીસે રોમિયોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર મહિલાઓની નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે આવો જ એક કિસ્સો વરાછા વિસ્તારમાં બનવા પામ્યો હતો એક 22 વર્ષીય યુવતી વરાછા અંકુર ચાર રસ્તા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે અને જે મોપેડ લઈને કારખાને જઈ પાર્કિંગ કરતી હતી તે સમયે એક ઇસમે યુવતીની છેડતી કરી હતી અને જેનો યુવતીએ પ્રતિકાર કરતા રોમિયોએ યુવતીનો હાથ પકડી લીધો હતો જે સમગ્ર ઘટના કારખાના માલિકે જોતા માલિકે યુવકને રોક્યો હતો અને આસપાસના લોકો ભેગા થઈ જતા યુવક ત્યાંથી નાસી ગયો હતો જોકે થોડા સમય બાદ યુવક ચપ્પુ લઈને ફરી આવ્યો હતો અને કારખાના માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને યુવતીના શેઠ દ્વારા પોલીસ નર બોલાવી રોમિયોને પોલીસ હવાલે કર્યો હતો જેમાં વરાછા પોલીસે આરોપી વિકાસ જયનીષાદ ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.