સુરત : હત્યાના ગુનામાં નાસ્તા ફરતા હત્યારાને પોલીસે ઝડપી પાડ્યા

લિંબાયત પોલીસ મથકનની હદમાં શ્રમજીવીની કરાયેલી હત્યા ના ગુનામાં નાસ્તા ફરતા હત્યારાને લિંબાયત પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત પોલીસ મથકની હદમાં છ એક મહિના અગાઉ શ્રમજીવીની હત્યા કરાઈ હતી. જે હત્યામાં ભાગતા ફરતા આરોપી મુળ મહારાષ્ટ્રના અને હાલ અમદાવાદના વટવા ખાતે રહેતા હત્યારા આનંદ ઉર્ફે વિકાસ સલાડને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો હતો. અને તેનો કબ્જો લિંબાયત પોલીસને સોંપતા વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે.