સુરતના અડાજણમાં પાનની દુકાન માલિકને વેક્સીન ન લેવાનો પાલિકાએ 1000 દંડ ફટકાર્યો

સુરતના અડાજણમાં પાનની દુકાન માલિકને વેક્સીન ન લેવાનો પાલિકાએ 1000 દંડ ફટકાર્યો

સુરતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકા રોજ બરોજ પોતાના નવા કાયદાઓ લોકો પર થોપી રહી છે ત્યારે દેશભરમાં વેક્સિનેશનને લઈ ઝડપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર પોતાના સ્તરે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે પરંતુ સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે દાદાગીરી પણ ચાલવી રહી છે જેને લઇ લોકો પર જબરદસ્તીથી વેક્સિન લગાવવાનું દબાણ કરી રહી છે જેને લઇ જો કોઈ વેક્સિન નહીં લે તો તેની પાસે રૂ.1000નો દંડ પણ વસૂલી રહી છે.
ગત રોજ અડાજણ વિસ્તારમાં દિલીપભાઈ દુબેની પાનની દુકાન છે. તેમની ઉંમર 45 વર્ષથી વધુ છે. તા.2 એપ્રિલે મનપાના કર્મચારીઓ તેમની દુકાને પહોંચ્યા અને તેમની દુકાનમાં હાજર પંકજ દુબેને રૂ. 1000ના દંડની રસીદ પકડાવી દીધી. જે અંગે પંકજ દુબેએ સવાલ કરતાં તેમને કહયું કે દિલીપ દુબેએ હજુ સુધી વેક્સિન નહીં લેતાં દંડ ફટકારાયો છે. સરકારી આદેશ પ્રમાણે તા.1 એપ્રિલથી 45 થી વધુ ઉંમરના તમામને વેક્સિન અપાઈ રહી છે. જો કે વેક્સિન નહીં લેવા મુદ્દે દંડ લગાવવાનો કોઈ આદેશ જારી હજુ સુધી કરાયો નથી.
વેક્સિનેશનેશનને લઇ વસૂલાયેલા દંડ અંગે સુરત પાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકને પૂછતાં તેમણે કહ્યું હતું કે 45 થી વધુ ઉંમરના લોકો વેક્સિન ન લે તો દંડની કોઈ જોગવાઈ નથી. જેને લઇ આ રીતે મનપા દંડ વસૂલી શકે નહિ. હજુ સુધી વેક્સિનેશનને લઇ દંડ વસૂલવાનો આવો કોઈ આદેશ કેન્દ્ર કે રાજ્ય સરકારે કર્યો નથી. અડાજણની ઘટનાની તપાસ કરીશું.
સુરત પાલિકા દ્રારા ગત દિવસે વેક્સિનેશનને લઇ એક નોટિફિકેશન જાહેર કરાયું  હતું જેમાં દુકાનદારો અને વેપારીઓએ ફરજીયાત વેક્સિનેશન લેવાનું છે અને પોતાની દુકાન બહાર વેક્સીન લીધાનું બોર્ડ લગાવવાનું છે કે મેં વેક્સીન લીધી છે. અને જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેમના વિરુદ્ધ આઇપીસી એક્ટ અને  એપેડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત કાર્યવાહી થશે.