સુરતના માંડવી માંગરોળમાં CM રૂપાણીના હસ્તે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાનુ લોકાર્પણ

સુરતના માંડવી માંગરોળમાં CM રૂપાણીના હસ્તે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાનુ લોકાર્પણ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત માંડવી તાલુકાના ખેડૂતોના બારમાસી સિંચાઇ સગવડ આપતી 570 કરોડની મહત્વકાંક્ષી યોજનાના લોકાર્પણ કરાયું હતું. રૂ.570 કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ 89 ગામોના 49,5૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે જેમાં 3 મધ્યમ ડેમ, 2 મોટા તળાવો, 6 કોતરો અને 30 ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે આમ માંડવી અને માંગરોળ તાલુકાના 29000 આદિજાતિ ખેડૂત પરિવારોમા સમૃદ્ધિનો સૂરજ ઉગશે.
સુરત જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં સિંચાઇની સુવિધા વધારવા માટે ઉકાઇ ડેમના કાકરાપાર વિયર આધારિત કાકરાપાર – ગોડધા – વડ ઉદ્વહન સિંચાઇ યોજનાનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે વિકાસ કામોનુ ખાતમુહુર્ત ભાજપની સરકાર કરે છે તેના લોકાર્પણ પણ આ જ સરકાર દ્વારા કરવાનું સમયબદ્ધ આયોજન ઉભું કરવામા આવ્યું છે. કોંગ્રેસના શાસનમા યોજનાઓના અણઘડ આયોજનથી બનતી હતી જેમાં ખાતમુહૂર્ત થાય પછી વર્ષો સુધી કામ જ શરૂ ના થાય અને યોજનાનું બજેટ હોય તેના કરતા અનેક ગણું વધી જાય, ભૂતકાળની તુલના કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રજા કલ્યાણના કામો કરવાની તક વર્તમાન સરકારને મળી છે તે બદલ ઈશ્વરનો આભાર વ્યકત કર્યો હતો.
100 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતો હોવા છતાં સુચારુ આયોજનના અભાવે આ વિસ્તારમા પાણીની અછત લોકો ભોગવે છે. કોંગ્રેસના શાસનને આડે હાથ લેતા કહ્યું હતું કે ભૂતકાળના શાસન કરનારાઓએ રાજ્યનુ ખુબ નુકશાન કર્યું છે. વિકાસનો આધાર પાણી જ છે ત્યારે આસમાની ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતોના કલ્યાણ માટે ક્યારેય ચિંતા નહિ કરતી ભૂતકાળની સરકારોએ ખેડૂતોનુ અહિત કરવામા કઈ જ બાકી રાખ્યુ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટી અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની દૃઢ ઈચ્છા શક્તિને કારણે સૌના સાથ સૌના વિકાસની નેમ સાથે કાર્ય કરી રહેલી રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારની કાયાપલટ કરવા લીધેલા પગલાઓ રૂપે ભૂતકાળમા માંડ 500 થી 700 કરોડનુ વાર્ષિક બજેટ તૈયાર કરાતુ હતું ત્યારે આજે હજારો કરોડના બજેટ સાથે એક જ દિવસમા 570 કરોડ રૂપિયાની યોજના સાકાર થઇ રહી છે. આદિવાસી ખેડૂતો માટે રાત દિવસ ચિંતા કરી કાર્યરત રાજ્ય સરકારે પારદર્શક રીતે પ્રજા કલ્યાણના કામો હાથ ધર્યા છે. ત્યારે રાજ્યમાંથી વચેટિયા પ્રથાને ધરમૂળથી નાબુદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાતો નથી અને ખાવા પણ દેતો નથી તથા કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીનુ ઐતિહાસિક નિવેદન દિલ્હીથી એક રૂપિયો મોકલાવામા આવે અને પ્રજા સુધી માત્ર પંદર પૈસા જ પહોંચે છે. આ બંને નિવેદનો બંને સરકારની કાર્યપદ્ધતિનો ખ્યાલ આપે છે. ખેડૂત સુખી તો ગામડુ સુખી અને ગામડુ સુખી તો રાજ્ય તથા દેશ સુખી, નેવના પાણી મોભે ચઢાવતા અશક્ય એવી આ યોજનાને દ્રઢ ઈચ્છાશક્તિ અને ઈજનેરી કૌશલ્યના ઉત્તમ પરિણામ સ્વરૂપ સાકાર કરવામા આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન અનુસાર ઘરે ઘર સુધી શૌચાલય, ગેસ - વીજ જોડાણ અને બેંક એકાઉન્ટ સહીત વર્ષ 2022 સુધી દેશના ઘરે ઘર સુધી “નળ સે જળ” મળે તે માટેનુ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. કોરોના સંક્રમણ વચ્ચે પણ આપણે અવિરતપણે વિકાસકામો આગળ વધારીને અંદાજીત રૂ.25,000 કરોડના વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણો કરીને વિકાસની ગતિને તેજ કરી છે. સૌર અને પવન ઉર્જા જેવા વૈશ્વિક પાર્ક, દરિયાના ખારા પાણીને મીઠા કરવાનુ અભિયાન, ભારતનો સૌથી ઉંચો રોપ વે, ભારતનુ સૌ પ્રથમ સી-પ્લેન, કિસાન સૂર્યોદય યોજના સહીત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, કેવડીયા-બરોડા રેલ લાઈન, કોરોના વેક્સીનેસન જેવા કાર્યોમા સૌને સહભાગી થવા સાથે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.