સુરતનો માનવતાને શર્મસાર કરતો કિસ્સો - પુત્રને લઇ પિતા દોડતો હોસ્પિટલ પહોંચ્યો - ડોકટરે મૃત જાહેર કર્યો

સુરતનો માનવતાને શર્મસાર કરતો કિસ્સો - પુત્રને લઇ પિતા દોડતો હોસ્પિટલ પહોંચ્યો - ડોકટરે મૃત જાહેર કર્યો

સુરતના ઉમરવાડાના શ્રમજીવી પરિવારનો પુત્ર બીમાર થતા પિતા પુત્રને હાથમાં લઇ 1 કિ.મી સુધી દોડતો રહ્યો પરંતુ કોઈ રીક્ષા ચાલકે અને અન્ય વાહન ચાલકે માનવતા ન દાખવી હોવાનો શરમ જનક કિસ્સો સામે આવ્યો છે. અગાઉ પાંડેસરા ખાતે પણ આવો જ એક કિસ્સો બનવા પામ્યો હતો ત્યારે માતા 5 કી.મી સુધી દોડી હતી અને હોસ્પિટલ પહોંચે તે પહેલા તેના બાળકનું મૃત્યુ થયું હતું. ત્યાં ફરી આજે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.


death


ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં લવાયેલા 3 વર્ષના માસુમ બાળકને ડોક્ટરોએ મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માસુમ બાળક ત્રણ દિવસથી ઝાડા ઉલટીમાં સપડાયો હતો. સ્થાનિક ડોક્ટરની દવા લીધા બાદ આજે સવારે તબિયત બગડતા પુત્રને હાથમાં ઉંચકીને લાચાર પિતાને દોડતા લોકો જોતા રહ્યા પણ કોઈ મદદે ન આવ્યું હોવાનું પિતાએ જણાવ્યું હતું.


death1
મૃતક બાળકના પિતા રજત સહાનીએ જણાવ્યું હતું કે અમે બિહારવાસી છે. પત્ની અને બે પુત્રો સાથે ઉમરવાડા ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહી મજૂરી કામ કરી રહ્યા છે. સાહેબ લોકોની મદદમાં મેં ક્યારે કોઈને ના નથી પાડી પણ આજે જ્યારે મને મદદની જરૂર હતી તો કોઈ આગળ નહિ આવ્યું એનું દુઃખ છે. મારો મોટો પુત્ર 3 વર્ષીય મનીશની આજે સવારે અચાનક તબિયત બગડતા હું તેને હોસ્પિટલ લઇ જવા રીક્ષા ચાલકોને હાથ ઉંચો કરતો રહ્યો પણ કોઈ ઉભું ન રહ્યું અને જે ઉભા રહ્યા એમને કહ્યું કે મેરે બેટે કો ઝાડા ઉલટી હો રહા હે મેરે માસુમ બેટ કો હોસ્પિટલ તક છોડ દો કહેતા જ ભાગી જતા હતા. હું કિન્નરી સુધી 1 કિલોમીટર સુધી માસુમ બીમાર પુત્રને હાથમાં ઉંચકીને દોડતો રહ્યો પણ કોઈને માનવતા યાદ ન આવી. લોકો જોતા હતા પણ શું થયું એ પૂછતાં પણ ગભરાતા હોય એમ લાગતું હતું. કિન્નરીથી હું નજીકની ખાનગી હોસ્પિટલ પહોંચ્યો ત્યાંથી મને સિવિલ હોસ્પિટલ લઇ જવાનું કહેતા હું માસુમ બાળકને રિક્ષામાં લઈ સિવિલ આવ્યો તો ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. 3 દિવસથી મનીશ બીમાર હતો. સ્થાનિક ડોક્ટરની દવા લેતા રાહત થતી હતી. રાત્રે ઝાડા ઉલટી થતા મેં દવા આપી હતી પણ સવારે અચાનક ઝાડા ઉલટી બાદ અશક્ત થઈ જતા હોસ્પિટલ દોડ્યા હતા. અંતે પિતાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે જો કોઈ મદદ મળી ગઈ હોત તો મારું બાળક બચી ગયું હોત.