સુરતમાં કોરોના કેસો ઘટ્યા તો અમદાવાદમાં ફરી કેસો વધ્યા

સુરતમાં કોરોના કેસો ઘટ્યા તો અમદાવાદમાં ફરી કેસો વધ્યા

ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસોને પગલે હોટસ્પોટ ગણાતા સુરત, વડોદરા અને રાજકોટમાં આ મહિને કેસ ઘટવા લાગ્યા છે જયારે અમદાવાદમાં પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. અમદાવાદમાં ઓકટોબર માસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સપ્ટેમ્બર માસમાં 18 દિવસના 2701 કેસ નોંધાયા હતા જયારે ઓકટોબર માસમાં 3032 કેસ નોંધાયા છે. અમદાવાદ ગામ્ય વિસ્તારન કેસોમાં ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનાના 18 દિવસ સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં 361 કેસ હતા જે આ મહિને ઘટીને 330 થયા છે. સમગ્ર રાજયમાં આ મહિનાનાં 18 દિવસમાં કુલ 22,332 કેસ નોંધાયા છે જયારે ગત મહીને આ આંકડો 24,063 પર હતો. સુરતમાં ગયા મહીને 5000 કેસ નોંધાયા હતા. જેમાં આ મહીને ઘટીને 4759 કેસો નોંધાયા છે. વડોદરામાં પણ આ જ પરિસ્થિતિ હતી. ગયા મહીને 2265 ની સામે આ મહીને 2239 કેસ નોંધાયા હતા. રાજકોટમાં ગત માસે નોંધાયેલા 2617 કેસની તુલનાએ આ મહીને માત્ર 2312 કેસ જ નોંધાયા હતા.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,192 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 996 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,60,722  પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 88.85 ટકા થયો છે. રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 227, અમદાવાદમાં 190, રાજકોટમાં 83, વડોદરામાં 112 અને જામનગરમાં 66 કોરોનાના કેસ નોંધાયા છે.