સોસાયટી લોકડાઉંન કરવાનો મેસેજ ખોટો છે - આરોગ્ય મંત્રી કુમાર કાનાણી

ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ કહ્યું હતું કે મારા નામે સોશ્યલ મીડિયામાં દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન થાય તેવા મેસેજો વાયરલ કરવામાં આવ્યાં છે જે તદ્દન ખોટા અને વાહિયાત છે આવા નકારાત્મક મેસેજોથી દુર રહેવા મારી આપ સર્વેને નમ્ર અપીલ છે.
ગુજરાતમાં એક તરફ દિવાળીના પર્વની ઉજવણીમાં લોકો ઉત્સાહિત છે તો બીજી તરફ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલમાં ફરી વધી રહેલા કોરોના કેસોના કારણે તમામ સોસાયટી પ્રમુખોને સોસાયટી લોકડાઉન કરવા અંગે જણાવતા કુમાર કાનાણીએ સોસાયટી પ્રમુખોને સરકારી આદેશોનું પાલન કરવા પણ કહ્યું છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વધતા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરતાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી - મંત્રીને અપીલ કરી છે કે બહારથી આવતા સગાસંબંધી, મિત્રોને આવવાની ના પાડો. વિદેશથી સોસાયટીમાં કોઇ આવ્યું હોય તો તેની તંત્રને જાણ કરો.
દરેક સોસાયટીમાં ફરી લૉકડાઉન થાય તેવો વાયરલ થયેલો મેસેજ ખોટો હોવાની રાજ્ય સરકારના મંત્રી કુમાર કાનાણીએ કરી સ્પષ્ટતા છે.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com