સંસદીય સમિતિમાં ખુલાસો - મહામારીમાં ખાનગી હોસ્પિટલોએ લૂંટ ચલાવી

સંસદીય સમિતિમાં ખુલાસો - મહામારીમાં ખાનગી હોસ્પિટલોએ લૂંટ ચલાવી

ભારતીય સંસદની સ્વાસ્થ્ય સંબંધી સ્થાયી સમિતિના અધ્યક્ષ રામ ગોપાલ યાદવે રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુને કોરોનાનો પ્રકોપ અને તેના પ્રબંધન ઉપર રિપોર્ટ આપ્યો છે જે સરકાર દ્વારા તૈયાર કરાયેલ પહેલો રિપોર્ટ છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે વિશિષ્ટ દિશા નિર્દેશોના અભાવના કારણે દર્દીઓને વધારે રૂપિયા આપવા પડ્યા છે. સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓની ખામી અને મહામારીને ધ્યાનમાં રાખીને સરકારી અને ખાનગી હોસ્પિટલોની વચ્ચે ખાસ તાલમેલની જરૂર છે. જે ડોક્ટરોએ મહામારીમાં જીવ આપ્યો છે તેમને શહીદનો દરજ્જો અપાવવો જોઈએ સાથે પરિવારને પૂરતું વળતર પણ આપવું જોઈએ।
સ્વાસ્થ્ય સંબંધી સાથયિ સમિતિએ 1.3 અરબ આબાદી ધરાવતા દેશમાં સ્વાસ્થ્ય પર ખર્ચ થતો ઓછો છે અને સાથે મહામારીથી પ્રભાવી રીતે લડવામાં મોટી સમસ્યાઓ આવી રહી હોવાનું પણ જણાવ્યું છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017 અનુસાર 2025 સુધી જીડીપીનો 2.5 ટકા સ્વાસ્થ્ય સેવા ઉપર સરકારી ખર્ચ થવાનું અનુમાન છે. જે 2017 માં 1.7 ટકા હતું. દેશની સરકારી હોસ્પિટલોમાં કોવીડ દર્દીઓ માટેના બેડની સંખ્યા અને બિન કોવીડ દર્દીઓ માટેના બેડની સંખ્યા પૂરતી નથી તેમજ સંસદીય સમિતિએ કહ્યું છે કે કોરોનાના વધતા કેસને લઈને સરકારી હોસ્પિટલોમાં બેડની અછતના કારણે કોરોના મહામારીની સારવાર માટે ખાસ દિશા નિર્દેશનો અભાવ છે જેથી ખાનગી હોસ્પિટલોએ લૂંટ ચલાવી છે જો કે સ્થાયી મૂલ્ય નિર્ઘારણ પ્રક્રિયાથી અનેક મોતને ટાળી શકાય છે.