સતત ચોથા દિવસે ગુજરાતમાં રેકોર્ડ કોરોના કેસ

સતત ચોથા દિવસે ગુજરાતમાં રેકોર્ડ કોરોના કેસ

ગુજરાતમાં કોરોના સંક્રમણ અચાનક દિવસેને દિવસે ભયાનક સ્તરે પહોંચતું જાય છે ત્યારે સતત 4 વાર 1500થી વધુ કેસ નોંધાયા બાદ આજે રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં 1600થી વધુ કેસ સામે નોંધાયા છે જેને કોરોના વાયરસની ગંભીરતા સ્પષ્ટ દેખાય છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ દાખવેલી બેદરકારીના પરિણામ રૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1607 ઉપર પહોંચી છે અને કોરોનાથી 16 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1388 દર્દીઓ સાજા થયા છે. સરકારી આંકડા મુજબ રાજ્યમાં કુલ 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14636 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3,938 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,05,116 ઉપર પહોંચ્યો છે તો આજના જિલ્લામાં આવેલા કોરોના કેસોમાં અમદાવાદ - 353, સુરત - 299, વડોદરા - 167, રાજકોટ - 139, ગાંધીનગર - 66, બનાસકાંઠા - 51, પાટણ - 49, મહેસાણા - 43, જામનગર - 43, આણંદ - 37, ખેડા - 35, ભરૂચ - 32, પંચમહાલ - 32, સુરેન્દ્રનગર - 27, ભાવનગર - 26, અમરેલી - 23, સાબરકાંઠા - 23, જૂનાગઢ - 23, દાહોદ - 19, મહિસાગર - 18, મોરબી - 16, ગીર સોમનાથ - 15, કચ્છ - 15, નર્મદા - 14, બોટાદ - 9, નવસારી - 8, વલસાડ - 6, દેવભૂમિ દ્વારકા - 5, અરવલ્લી - 4, છોટા ઉદેપુર - 4, ડાંગ - 3, પોરબંદર - 2, અને તાપી - 1 કેસ નોંધાયો છે.