સરકારે 44 લાખથી વધુ રાશનકાર્ડ કેમ રદ્દ કર્યા જાણો

સરકારે 44 લાખથી વધુ રાશનકાર્ડ કેમ રદ્દ કર્યા જાણો

કેન્દ્ર સરકારે વેન નેશન વેન રાશનકાર્ડની યોજના શરૂ કરી છે તેનાથી પ્રવાસી શ્રમિકોને ઝડપથી લાભ મળશે। આ યોજનાના આધારે દેશના કોઈપણ ભાગમા જરૂરિયાતવાળી વ્યક્તિને સરકારી સબ્સિડીના દરે રાશન મળશે. નેશનલ પોર્ટેબિલિટી ક્લસ્ટરના આધારે સરકારને 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજનાને લાવવામાં સફળતા મળી છે.
સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ PDSના 43 લાખ 90 હજાર બોગસ અને બિન માન્યતા પ્રાપ્ત રાશન કાર્ડ રદ્દ કર્યા છે. સરકારના આ પગલાંથી યોગ્ય લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે સબ્સિડીવાળું અનાજ આપી શકાશે. આ પહેલાં 2013માં ડુપ્લીકેટ રાશન કાર્ડ કૌભાંડ સામે આવ્યું હતું।
અધિકારીઓના જણાવ્યા મુજબ રાશન કાર્ડના ડિજિટલીકરણ અભિયાને સાર્વજનિક વિતરણ પ્રણાલીને પારદર્શી બનાવવા અને તેમાં સુધારો લાવવામાં મદદ કરી છે. અયોગ્ય રાશન કાર્ડને દૂર કરતા સમયે અમે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે નક્કી કરાયેલા નવા લાભાર્થીઓને પણ જોડી રહ્યા છીએ. NFSAના આધારે અંદાજે 81.35 કરોડ લોકોને લાભ મળે છે તે દેશની આબાદીનો બે તતિયાંશ ભાગ છે. અંદાજિત 80 કરોડ લોકો હાલમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મહિને 5 કિલો ફ્રી અનાજ મેળવે છે આ યોજનાને માર્ચ 2020માં કોરોના મહામારીથી ઉભી થયેલી પરીસ્થિતિ સામે લડવા માટે શરૂ કરાઈ હતી. NFSAના આધારે સબ્સિડી દરે 4.2 કરોડ ટન અનાજ વહેંચાય છે. 2 રૂપિયે કિલો ઘઉં, 3 રૂપિયે કિલો ચોખા આપવામાં આવે છે. PMGKAYના આધારે દર મહિને 3.2 કરોડ ટન ફ્રી અનાજની વહેંચણી કરાય છે.