સરકારને રૂ. 200 માં આપેલી કોવીશીલ્ડની કિંમત પ્રાઇવેટ બજારમાં કેટલી રહેશે વાંચો

સરકારને રૂ. 200 માં આપેલી કોવીશીલ્ડની કિંમત પ્રાઇવેટ બજારમાં કેટલી રહેશે વાંચો

કોરોના મહામારી બાદ વેક્સિનને મંજૂરી મળી જતા સૌ કોઈની નજર હવે વેક્સીન ઉપર છે ત્યારે ભારતમાં તા.16 જાન્યુઆરીથી વેક્સીનેશન કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. જેના પગલે સીરમ ઇન્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મંગળવારે કોવિશીલ્ડના 56.5 લાખ ડોઝની પહેલી ડિલીવર કરી દીધી છે. સીરમના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં કોવિશીલ્ડના 5.6 કરોડ ડોઝની ડિલીવરી થશે. આમ વેક્સિનની ડિલિવરી પહેલા સરકારને રૂ  200 + જીએસટીના ભાવે અપાઈ રહી છે ત્યારે પ્રાઇવેટ માર્કેટને લઇ તેમણે કહ્યું હતું કે પ્રાઇવેટ માર્કેટમાં વેક્સીનની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે. અનેક દેશોએ પોતાના નાગરિકો માટે ભારતથી વેક્સીન ખરીદવાને લઈ સીરમ અને વડાપ્રધાન કાર્યાલયને વેક્સીન ખરીદવા માટે પત્ર લખ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે સરકારને વિશેષ રેટની રજૂઆત કરી છે જે અમારા ખર્ચથી ઓછી છે કારણ કે તેનાથી દેશના લોકોની રક્ષા અને તેમની મદદ કરવાને માન્યતા આપી છે. સીરમની પહેલી પ્રાથમિકતા ભારત સરકાર છે. સરકારે 1.1 કરોડ કોવિશીલ્ડનો ઓર્ડર આપ્યો છે. 56.5 લાખ ડોઝની ડિલીવરી થઈ ચૂકી છે. સરકારનો બાકીનો ઓર્ડર 5.6 કરોડ ડોઝ ફેબ્રુઆરી સુધી સપ્લાય કરી દેવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું કે SIIમાં અમે દર મહિને 7 થી 8 કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકીએ છીએ.
અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે અમે સામાન્ય નાગરિકો, ગરીબ અને હેલ્થકેર વર્કર્સની મદદ કરવા માંગીએ છીએ તેથી અમે ભારત સરકારના આગ્રહ પર પહેલા 1 કરોડ ડોઝ માટે 200 રૂપિયાની વિશેષ કિંમત નક્કી કરી છે. બાકી 5.6 કરોડ ડોઝ માટે પણ અમે યોગ્ય કિમત રાખી છે. તે 200 રૂપિયાથી થોડી વધુ હશે જે અમારી પડતર કિંમત છે. ત્યારબાદ અમે પ્રાઇવેટ માર્કેટમાં તેને 1000 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતથી વેચવામાં આવશે. અમારો અનેક દેશો સાથે કરાર છે જેમાં સઉદી અરબ, બ્રાઝીલ, બાંગ્લાદેશ અને આફ્રિકન દેશો છે. આ દેશ ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યા છે કારણ કે અમારી પાસે વિશાળ ઉત્પાદન સુવિધાઓ છે. દુનિયાની નાની કંપનીઓ હજુ યોગ્ય સંખ્યામાં કોરોના ડોઝનું નિર્માણ કરવાની સ્થિતિમાં નથી.
ભારતે હાલ કોરોના વેક્સીનની નિકાસ ઉપર કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો પરંતુ બ્રાઝીલ તરફથી કોવિશીલ્ડના 2 મિલિયન ડોઝની માંગ છતાં તેના માટે હજુ મંજૂરી આપી નથી.