સરહદે મોદી ગર્જના - આતંકીઓના આકાઓને ઘરમાં ઘૂસીને મારીશું

સરહદે મોદી ગર્જના - આતંકીઓના આકાઓને ઘરમાં ઘૂસીને મારીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય સરહદ ઉપર તૈનાત જવાનો વચ્ચે રહીને જ દિવાળીની ઉજવણી કરી હતી. આજે પીએમ મોદી દિવાળીની ઉજવણી કરવા માટે રાજસ્થાનના જૈસલમેર સ્થિત લોંગેવાલા પોસ્ટ પર પહોંચ્યા હતા અહીં તેમણે જવાનોને મિઠાઈ ખવડાવીને દિવાળી તહેવાર ઉજવ્યો હતો. લોંગેવાલામાં પીએમ મોદીએ સરહદે ફરજ નિભાવી રહેલા જવાનોને સંબોધિત કરતાં કહ્યું હતું કે આતંકના આકાઓને ઘરમાં ઘૂસીને મારવા માટે ભારત સક્ષમ છે. ભારત અત્યારે કોઈપણ જગ્યાએ આતંકી કેમ્પ ધમધમતાં હશે તેને નેસ્તોનાબૂદ કરી નાખશે. આજે દુનિયા જાણી ગઈ છે અને સમજી રહી છે કે ભારત દેશ પોતાના હિત સાથે કોઈપણ પ્રકારની સમજૂતિ કરશે નહીં. આજે ભારત આતંકના આકાઓને ઘરમાં ઘૂસીને મારે છે. ભારતનું આ કદ જવાનોની શક્તિ અને પરાક્રમનું જ કારણ છે. હિમાલયની બુલંદીઓ હોય, રણ વિસ્તાર હોય, જંગલ હોય કે પછી દરિયો હોય દરેક ક્ષેત્રે જવાનોની વીરતા દુશ્મનો ઉપર ભારે પડી છે. આખરે પેઈમ મોદીએ કહ્યું હતું કે હું જવાનોના આ શૌર્યને હૃદયપૂર્વક નમન કરું છું.


ભારત આમ તો સમજાવવા અને સમજવામાં જ માને છે પરંતુ જો કોઇએ પણ ભારતને અજમાવવાનો પ્રયત્ન કર્યો તો પ્રચંડ જવાબ મળશે। પાડોશી દેશો તરફ ઇશારો કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર વિશ્વ આજે વિસ્તારવાદી તાકતોથી પરેશાન છે અને આ એક માનસિક વિકૃતિ છે તેમજ 18મી સદીની વિચારધારા દર્શાવે છે. આ વિચાર વિરુદ્ધ ભારત પ્રખર અવાજ બની રહ્યું છે. ભલે ઇન્ટરનેશનલ સહયોગ ગમે તેટલુ આગળ ન આવી ગયુ હોય, સમીકરણો બદલાઇ ગયા હોય પરંતુ આપણે ક્યારેય તે ભૂલવું ન જોઇએ કે સતર્કતા જ સુરક્ષાનો રસ્તો છે.