હળવદ : સરકારી હોસ્પિટલમાં પ્રભારી સચિવ અનીતા ચંદ્રાલાએ મુલાકાત કરી

હળવદમા દિવસેને દિવસે કોરોનાનો પ્રકોપ વધી રહ્યોં છે અને રેપીડ કીટ દ્વારા કોવિડ 19ના રીપોર્ટ કરાવવા પણ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં જમાવડો થાય છે ત્યારે કોરોનાની પરિસ્થિતિ વિશે જાણકારી માટે ગાંધીનગરથી આઈસીડીએસના પ્રભારી સચિવએ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાની મહામારીમા બેડ,વેક્સિનેસન,રિપોર્ટ સહિતની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી તો આ તકે પ્રાંત અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, ચીફ ઓફિસર, નાયબ મામલતદાર,પીઆઈ, ડૉક્ટર સહિત નર્સીગ સ્ટાફ દ્વારા મોરબી જિલ્લા આરોગ્ય સચિવને માહિતી પુરી પાડી હતી.
મહામારીનો માર સમગ્ર વિશ્વ પર આફત સમાન છે ત્યારે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ગાંધીનગરથી આઈસીડીએસ પ્રભારી સચિવ અનીતાબેન ચંદ્રાલાએ કોરોનાના રિપોર્ટ ,વેક્સિનેસન,આઈસોલેટ વિભાગ, બેડની વ્યવસ્થા સહિતની માહિતી સરકારી હોસ્પિટલના તબીબ ડૉ કૌશલ પટેલ પાસેથી મેળવી હતી તો સાથે કુપોષિત બાળકની માતા સાથે ટુંકી વાતચીત કરી બાળકના આરોગ્ય વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી.હળવદના સરકારી હોસ્પિટલ ખાતે મુલાકાત દરમિયાન હળવદના સરકારી હોસ્પિટલ ખુંટતા સ્ટાફ અંગે પણ વધુ માહિતી મેળવી હતી આ તકે પ્રાંત અધિકારી ગંગાસિંહ,ચીફ ઓફીસર, તાલુકા હેલ્થ ઓફીસર ભાવીન ભટ્ટી ,નાયબ મામલતદાર, પીઆઈ સહિતના હાજર રહ્યા હતા.