મહારાષ્ટ્રમાં ભાજપ - શિવસેનાની સરકાર માટે નવી ફર્મ્યુલાને લઇ ચર્ચા

મહારાષ્ટ્રમાં ભાજપ - શિવસેનાની સરકાર માટે નવી ફર્મ્યુલાને લઇ ચર્ચા

મહારાષ્ટ્રમાં ભાજપ - કોંગ્રેસ - એનસીપી - શિવસેનાની સત્તા માટેની ખેંચતાણ વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ભાજપ અને શિવસેના મળીને સરકારે બનાવશે તેવો દાવો કર્યો છે.
રામદાસ આઠવલેએ કહ્યું હતું કે તેઓએ સંજય રાઉત સાથે મુલાકાત કરી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચર્ચાઓ પણ ચાલી રહી છે. આઠવલેએ 3 - 2 વર્ષના ફોર્મ્યુલા પર રાઉતને સલાહ આપી હતી. જેમાં ભાજપના મુખ્યમંત્રી 3 વર્ષ માટે અને શિવસેનાના મુખ્યમંત્રી 2 વર્ષ માટે, આ મામલે શિવસેનાએ તૈયારી દર્શાવી છે. ત્યારે હવે રામદાસ આઠવલે ભાજપના નેતાઓ સાથે ગઠબંધનને લઈને ચર્ચા કરશે. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને નિર્ણય લેવાશે આ અગાઉ રામદાસ આઠવલેએ કહ્યું હતું કે મેં અમિત શાહને કહ્યું હતું કે તમે મધ્યસ્થી કરો તો કોઇ રસ્તો નીકળશે. ત્યારે તેમણે  કહ્યું હતું કે ચિંતા ન કરો બધું સારું થઇ જશે. મહારાષ્ટ્રમાં શિવસેના, NCP - કોંગ્રેસના સરકાર રચવાના દાવા વચ્ચે નવી વાત સામે આવી છે. અને હજુ પણ ભાજપ સરકાર બનાવશે તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.