અરવલ્લી : ખેડુતોને પાંચ ગાડી બટાકા રીજેક્ટ થતાં ખેડુતોની હાલત કફોડી

મેઘરજ તાલુકામાં ચાલુવર્ષે રવિ સીજનમાં ૧૫૫ હેક્ટર જેટલી જમીનમાં ખેડુતોએ બટાકાનુ વાવેતર કર્યુ હતુ પરંતુ મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં ભર શિયાળામાં પાણી વહેતુ બંધ થઇ જતાં તાલુકામાં બોર-કુવાનાં પાણીનાં તળ ઉંડાં જતાં સિંચાઇ માટે પાણીની મોટી સમશ્યા સર્જાઇ હતી ખેડુતોએ ટેન્કરો વડે પાણી સ્ટોરેજ કરી પાકને બચાવ્યો હતો પરંતુ બટાકાનો પાક તૈયાર થતાં ખેડુતોએ બટાકા કાઢી ગ્રેડીંગ કરી બટાકાના કટ્ટા તૈયાર કરી દીધા હતા
ખેડુતોને રવિ સીજનમાં બટાકા નો ઉતાર ઓછો આવ્યોહતો વાવણી વખતે બિયારણનો ભાવ વધારે હોવાછતાં પણ ખેડુતોએ મોગા ભાવનુ બિયારણ લાવી બટાકા વાવ્યાહતા પરંતુ બટાકા તૈયાર થતાં બટાનો પુરતો ભાવ પણ ખેડુતોને મળ્યો નહતો અને બટાકાના ઉતારમાં પણ ૪૦ ટકા નો ફટકો પડ્યોહતો તેવામાં સતત વધતા જતા તાપમાનને લઇને ખેડુતોના બટાકા બગડી રહ્યાહતા ખેડુતોએ વેચેલ બટાકા ટ્રાન્સપોર્ટ ની સમશ્યાને લઇને બટાકાનાં કટ્ટાં ની ગાડીયો ચાર થી પાંચ દીવસે ભરાયછે ત્યારબાદ ત્રણથી ચાર દીવસ સ્ટોરેજ ઉપર લાઇનમાં બટાકાની ગાડી ઉભીરહેછે અને પછી નંબર આવતાં બટાકાની તપાસમાં કટ્ટાંમાથી બટાકા બગડેલા મળતાં બટાકાની આખી ગાડી રીજેક્ટ થાયછે એટલે સાત દીવસ બાદ પરત બટાકા ખેડુતના ઘરે આવેછે રીજેક્ટ થયેલ તમામ કટ્ટાં ફરીથી ગ્રેડીંગ
કરી ખેડુત પરત મોકલેછે ત્યારે ખેડુતને ટ્રક ભાડુ તેમજ મજુરી ફરીથી ચુકવવાનો વારો આવતાં જગતનો તાત કહેવાતા ખેડુતને પડતા પર પાટુ જેવી સ્થીતી નીર્માણ થવાપામીછે મેઘરજ તાલુકાના કંભરોડા.ઇપલોડા.શાન્તિપુરાકંપાના ખેડુતોને પાંચ ગાડી બટાકા રીજેક્ટ થતાં ખેડુતોની હાલત કફોડી બનીછે