સુરત : નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા ધારાસભ્ય હર્ષ સંઘવી

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વેક્સિને લેવા આવનારાઓ ની સેવા માટે ધારાસભ્ય હર્ષ સંઘવી આગળ આવ્યા હોય તેમ શનિવારે સિવિલ હોસ્પિટલે પહોંચી જઈ ત્યાં વેક્સીન લેવા આવેલા લોકોને ચા નાસ્તો કરાવી લોકોને જાગૃત્ત કરવા અભિયાન શરૂ કર્યુ છે.
હાલ સુરતમાં કોરોનાના વકરી રહેલા કહેર વચ્ચે લોકોને કોરોના વેક્સિન લેવા માટે તંત્ર દ્વારા અપિલ કરાઈ રહી છે. તમામ લોકો કોોરના સામે રક્ષણ મેળવવા અચૂક વેક્સીન લે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન લેવા માટે આવા લોકોની સેવા માટે યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી ત્યાં પહોંચી ગયા હતા. અને વેક્સિન લેનારાઓને ચા નાસ્તો કરાવી અન્યોને પણ વેક્સિન લેવા માટે જાગૃત્ત કર્યા હતાં.
સુરત નવી સિવિલ હોસ્પિટલ સાથે સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ સહિત અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સિનેશન ચાલી રહ્યું છે. અને રોજ 8 હજાર જેટલા લોકોને રસી આપવામાં આવી રહી હોવાનું પણ તંત્ર દ્વારા જણાવાયુ હતું.