અરવલ્લી : સ્વદેશી ચળવળને વેગ આપનાર મોડાસામાં અમૃત મહોત્સવ યોજાયો

આઝાદીના સંગ્રામમાં સ્વદેશી ચળવળને વેગ આપનાર મોડાસામાં અમૃત મહોત્સવ યોજાઇ ગયો. “આઝાદી કા અમૃત મહોત્સવ” ૧૨ માર્ચના રોજ મોડાસાના ભામાશા હૉલ ખાતે યોગ બોર્ડના ચેરમન શીશપાલ રાજપૂતની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવ્યો હતો, જે અંતર્ગત આઝાદીના સંગ્રામમાં સ્વદેશી ચળવળને વેગ આપનાર મોડાસા ખાતે યોગ બોર્ડના ચેરમન શીશપાલ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયો હતો. શીશપાલજી રાજપૂતે જણાવ્યું કે, આજની પેઢીને દેશ રાષ્ટ્રભક્તિ અને ગૌરવ પેદા થાય, આ સાથે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે માટે આઝાદીના ૭૫ વર્ષ અમૃત મહોત્સવનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે.આ પ્રસંગે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા