Bharuch : ખેડૂત કાયદાના વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર અપાયું

ભારત સરકાર દ્વારા કૃષિ કાયદા અમલમાં આવ્યા બાદ સમગ્ર ભારતભરમાંથી પંજાબ દિલ્હી બોર્ડર પર છેલ્લા ૪૫ દિવસ ઉપરાંત થઇ ગયા હોવા છતાં આંદોલન ચાલી રહ્યા છે આંદોલન ના પગલે ખેડૂત જગત રોડ પર ઉતરી આવ્યો છે તેવામાં ભારત દેશમાં તમામ રાજ્યોમાં ખેડૂતોના સમર્થનમાં અનેક જુદા જુદા સંગઠનો જોડાઈ રહ્યા છે તેવામાં જંબુસર બહુજન રિપબ્લિકન પાર્ટી દ્વારા ખેડૂતો ને સમર્થન કરતું આવેદન મામલતદારને પાઠવયું હતું
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાને લાગુ કર્યા બાદ કિસાનો ના સમર્થનમાં સમગ્ર ભારતમાં ખેડૂતો તેમજ વિવિધ સંસ્થાઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને પાયમાલ કરવાના કાળા કાયદાને રદ કરવાની માંગ સાથે બહુજન રિપબ્લિકન પાર્ટી દ્વારા જંબુસર મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરવામાં હતી તેમને જણાવ્યું હતું કે છેલ્લા ૪૫ દિવસ ઉપરાંત થઇ ગયા હોવા છતાં ભારત સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી તેવામાં ખેડૂતો પંજાબ દિલ્હી બોર્ડર પર પોતાનું કામ છોડી આંદોલનના કરી રહ્યા છે તેવામાં કેન્દ્ર સરકારદ્વારા કૃષિ કાયદાને પાછો લેવામાં આવે જેથી કરીને ખેડૂતો ને પોતાનો હકક મળી રહે અને ખેડૂતો આંદોલનનો માર્ગ છોડી પાછા પોતાના ગામ વતન જઈ ને ખેતીકામ કરી કૃષિ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે અને ઝડપથી દેશનો વિકાસ થાય ખેડૂતોના હિતમાં દેશનો વિકાસ જોડાયેલો છે જેથી કરી કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી કૃષિ કાયદો અમલમાં આવ્યો છે એ તાત્કાલિક પાછો ખેંચે તેવું મામલતદારશ્રીને આવેદનપત્ર જણાવવામાં આવ્યું છે