Bilimora : નવનાથ આશ્રમ દ્વારા નાના બાળકોને પતંગ,ફીરકીનું વિતરણ

પતંગ, ફિરકી, તલ ના લાડુ વિતરણ 2021
બીલીમોરા સ્થિત નવનાથ આશ્રમ દ્વારા ઉતરાયણ ના તહેવાર નિમિત્તે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં નાના બાળકો પતંગ,ફીરકી અને તલ ના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું
છેલ્લા 17 વર્ષો થી સતત માં વિમલા જનસેવા ટ્રસ્ટ પરમ પૂજ્ય શ્રી છોટે દાદા ના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા ના અંતરિયાળ ના ગામો (ઘોડ વહણ, મોટા બરડા, લહાન બરડા, ઘોઘલી વગેરે) માં બાળકો ને પતંગ, ફિરકી અને તલ ના લાડુ નું વિતરણ કરી રહ્યા છે. એ અવિરત પરંપરા અનુસાર આ વર્ષે પણ વિવિધ ગામો માં 700 થી વધારે બાળકો ને પતંગ, ફિરકી અને તલ ના લાડુ નું વિતરણ કરવામાં આવ્યું.
પૂજ્ય શ્રી છોટે દાદા એ જણાવ્યું કે તહેવારો ની ઉજવણીમાં આ રીતે ભેટ સ્વરૂપે મળતી વસ્તુઓ અને એનાથી બાળકો માં જોવા મળતો નિર્દોષ આનંદ એક અદ્ભુત ભાવના છે. આપ જોઈ શકો છો કે બાળકો ના મુખ પર આનંદ અને તહેવાર ની ઉજવણી આપડા ને જીવન જીવવા ની ચાવી બતાવી જાય છે. વધુ માં એમને જણાવ્યું કે નવનાથ ધામ આવા કાર્યો અવિરત બમણા વેગ થી કરી રહ્યું છે અને કરતું રહશે.