Jetpur : ગુજરાતના મુખ્ય મંત્રીને બગડેલા મરચા, બગડેલ કપાસ સાથે લખ્યો પત્ર

રાજકોટ જિલ્લાના ખેડૂતોએ આજે ગુજરાતના મુખ્ય મંત્રીને કવરમાં બગડેલા મરચા, બગડેલ કપાસ સાથે એક પત્ર લખીને મુખ્યમંત્રી કિસાન સહાયની તાત્કાલિક ચુકવણી કરવાની માંગણી કરી હતી,
અતિ વૃષ્ટિ ને લઈ ને જેતપુર તાલુકા ના 1 હજાર જેટલા ખેડૂતો ને હજી સહાય ચૂકવા ની બાકી છે હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો ત્યારે ખેડૂતો અને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સરકાર ને જગાડવા નો પ્રયાસ કર્યો હતો ચાલુ વર્ષે ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે, પ્રથમ થી કે તમામ જાત કુદરતી આપદા અને લોકડાઉન અને હવે અતિ વૃષ્ટિ ને લઈ ને ખેડૂતો ની હાલત કફોડી છે, આ ચોમાસા માં થયેલ અતિ વૃષ્ટિ ને લઇ ને ખેડૂતો એ કરેલ વાવેતર માં ભારે નુકસાન સહન કરવા નો સમય આવ્યો છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતો ને સહાય કરવા માટે મુખ્યમંત્રી સહાય યોજના ની જાહેરાત કરવામાં આવેલ હતી જે મુજબ એક સર્વે પણ કરવા માં આવેલ અને આ માટે સરકાર દ્વારા નોંધણી કરવા માં આવેલ હતી પરંતુ આ નોંધણી પ્રક્રિયા માં ઘણી બધી ક્ષતિ ઓ ને કારણે જેતપુર તાલુકા ના ઘણા બધા ખેડૂતો પરેશાન છે અને અંદાજિત 1 હજાર જેટલા ખેડૂતો ને આ સહાય થી વંચિત રહી ગયા નો આક્ષેપ છે ત્યારે આજે જેતપુર તાલુકા ના ખેડૂતો અને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા એક ગુજરાત માં મુખ્ય મંત્રી ને પત્ર લખવા માં આવ્યો હતો અને રવિ સીઝન માટે ખેડૂતો ને આર્થીક સહાય ની ખાસ જરૂર હોય તાત્કાલિક સરકાર ખેડૂતો ને આર્થિક સહાય ની ચુકવણી કરે તેવી માંગણી કરી હતી, પત્ર સાથે ખેડૂતો એ મુખ્ય મઁત્રી ને કવર માં બગડેલ મરચા બગડેલ કપાસ, પેક કરી ને પોસ્ટ કર્યા હતા, અને તાત્કાલિક મુખ્યમંત્રી સહાય ની ચુકવણી કરવા ની માંગણી કરી હતી