Junagadh : ગિરિવર ગિરનારની લીલી પરિક્રમામાં માત્ર 25 લોકો દ્વારા પ્રસ્થાન

ગિરિવર ગિરનારની લીલી પરિક્રમામાં માત્ર 25 લોકો દ્વારા પ્રસ્થાન,
જૂનાગઢ ભવનાથ તીર્થ શેત્રમાં પારંપરિક રીતે દર વર્ષે દેવ દિવાળીના રોજ શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમાની આ વર્ષે કોરોના મહામારી ના કારણે માત્ર ભવનાથ ઉતારા મંડળના 25 સભ્યોએ પ્રસ્થાન કર્યું હતું
ગિરનારની લીલી પરિક્રમાનો દેવદિવાળી ના રોજ પ્રારંભ થાય છે અને પૂનમે પૂર્ણ થાય છે આ વર્ષે કોરોના મહામારી ના કારણે ગુજરાત સરકાર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાધુ સંતોની મળેલી મિટિંગમાં નિર્ણય લેવાયો હતો કે આ વર્ષે માત્ર પરંપરા જળવાઈ રહે અને તે હેતુથી ભવનાથ ઉતારા મંડળના 25 સભ્યો મધ્યરાત્રીના 12 વાગે સાધુસંતો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં રીબીન કાપી ભગવાન દતાત્રેય નું પૂજન કરી ઉતારા મંડળના માત્ર 25 સભ્યોએ ગિરનારની પરિક્રમાનું પ્રસ્થાન કર્યું હતું આ પ્રસંગે ભવનાથ ગુરુ ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજી બાપુ, શ્રી ઇન્દ્રભારતીજી સહિતના સાધુ સંતો, જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, પુનિત શર્મા,અને ભવનાથ ઉતારા મંડળના ભાવેશ વેકરીયા સાહિતનાઓ જોડાયા હતા હાલ વૈશ્વિક કોરોના મહામારીથી ગિરનારની લીલી પરિક્રમા માત્ર પરંપરા જળવાઈ રહે તે હેતુથી 25 જેટલા લોકો ગિરનારની પરિક્રમામાં જોડાયા હતા