Navsari : હ્યુમાનિટિ ગ્રુપ ઓફ નવસારી સંસ્થા દ્વારા માનવતા મેહકાવતું કાર્ય

માનવતા મેહકાવતું કાર્યા
નવસારીના એક પરિવારને વાહરે આવી હ્યુમાનિટિ ગ્રુપ ઓફ નવસારી આ સંસ્થા દ્વારા ભરતભાઇ નામના વ્યક્તિના ઓપરેશન થી લઈને ભોજન સુધીની વાવસ્થા પુરી પાડી હતી
નવસારીમાં માનવતા મેહકાવતું કાર્યા હ્યુમાનિટિ ગ્રુપ ઓફ નવસારી સંસ્થા દ્વારા કરવા માં આવ્યું હતું નવસારી કાલિયાવાડી પાસે રહેતા ભરતભાઇ જેઓ કબીલપોર ખાતે માર્કેટમાં એક નાનકડી લારી પર ઘરગથ્થુ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વેચી પોતાનાં પરિવાર નું ગુજરાન ચલાવે છે. એમના પરિવારમાં એમની પત્ની તથા એમનો એક પુત્ર છે. ઘણાં સમયથી એમની તબિયત સારી નહોતી રહેતી. તેમજ સમય જતાં એમની તબિયત વધુ ખરાબ થતાં તેઓ હોસ્પિટલ ગયાં હતાં જ્યાં હોસ્પિટલમાં તપાસ દરમિયાન એમને પથરી હોવાનું બહાર આવ્યું હતું. જેનું ઓપરેશન કરાવવું ખૂબ જ જરૂરી હતું. પરંતુ એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નાજુક હોવાને કારણે એ શક્ય થવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ નિકિતાબેન મસરાણી તેમજ હ્યુમાનિટિ ગ્રુપ ઓફ નવસારી દ્વારા કરાયેલા પ્રયાસો થી ભરતભાઇ નું પથરીનું ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થવા પામ્યું હતું. એમનો હોસ્પિટલ નો તમામ ખર્ચ લગભગ ૪૫૦૦૦ જેટલો થયો હતો. તેમજ જ્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી એમના તથા પરિવાર માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ રીતે હ્યુમાનિટિ ગ્રુપ ઓફ નવસારીના સભ્યો દ્વારા નવસારીમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું