Amdavad : ફરજની સાથે ગરીબો માટે જમવાનું પૂરું પાડતી અમદાવાદ પોલીસ

સલામ છે અમદાવાદ શહેર પોલીસને.. ફરજ સાથે સાથે ભોજન પણ આપ્યું...
કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે કરફ્યુ આપવામાં આવ્યો છે.. શહેરના તમામ રસ્તાઓ પરની રફતાર થંભી ગઇ છે... લોકો ઘરમાં છે તયારે આવા સમયમાં ફરજની સાથે સાથે ગરીબ લોકો માટે જમવાનું પૂરું પાડતી અમદાવાદ શહેર પોલીસને સલામ છે. આજે રોજનું રળી રોજનું ખાનાર ગરીબ લોકો માટે આવો સમય કેવો હોય શકે તે તો વ્યથિત વ્યક્તિ જ વધુ સમજી શકે પરંતુ આવા સમયમાં પણ શાંતિ સેવા અને સુરક્ષા ના સંદેશ સાથે ઇસનપુર તેમજ અન્ય વિસ્તારના પોલીસ કર્મીઓ દ્વારા ફરજ તો ખરી પણ સાથે સાથે આવા ગરીબ લોકોને પણ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે જે ખરેખર શહેર પોલીસની કાર્યદક્ષતાને સલામ કહેવાનું મન થાય. આવા કપરા સમયમાં પણ કાયદાનું પાલન અને સાથે સાથે ભૂખ્યા ને ભોજન અર્પી ખરેખર ધન્યને પાત્ર કહી શકાય. અમદાવાદ શહેર પોલીસના આ કર્મીઓને સલામ તો બને જ છે... ધન્ય છે અમદાવાદ શહેર પોલીસના કર્મીઓ..