Amirgadh : ઇકબાલગઢમાં જાહેર માર્ગ પર ગંદકી થી લોકો પરેશાન

અમીરગઢ તાલુકાના મુખ્ય વહેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢ માં જાહેર માર્ગ પર ગંદકી કી લોકો પરેશાન
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મુખ્ય વહેપારી મથક ગણાતા એવા
ઇકબાલગઢ ગામે આજથી આઠ માસ અગાઉ રેલવે ફાટકથી મેન રોડ સુધીના કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવેલ હતા જેથી ઈકબાલગઢ ની ગટરો આ કાટમાળમાં પુરાઈ જવા પામી હતી પરંતુ રસ્તા અને ગટરની કામગીરી કરવામાં આવેલ ન હોવાથી ઈકબાલગઢ ગામમાં ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતાં થયાં હતાં અને જ્યાં ત્યાં રોડ પર આ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે જેના કારણે ઈકબાલગઢ ગામની જનતા તેમજ ગામડાઓમાંથી વેપાર અર્થે આવતા રાહદારીઓ ને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. તેમજ ઈકબાલગઢ મા ભારે રોગચાળો ફાટી નિકળે તેવી ભીતિ સેવાઈ રહી છે આ ગંદકીમાં થી બચવા અને લોકોને પડતી અગવડતા ને કારણે તારીખ 8/10/ 2020 ના રોજ ઈકબાલગઢ ગામના ગ્રામજનો દ્વારા ઇકબાલગઢ ગ્રામ પંચાયતમાં જઇ તલાટી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું તેમજ ગટર અને રસ્તા નું જલ્દીથી કામકાજ થાય તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી જાહેર રસ્તામાં પંચાયત આગળ જ કુઈ માટે ખાડો ખોદી નાખ્યો છે તેનું પણ જલ્દી થી નિરાકરણ આવતું નથી તથા તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં લેવા માં આવતા નથી તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.