Amreli : ધારી કોંગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિની મીટીંગ યોજાઈ

ધારી કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ની મીટીંગ મળેલ.
અમરેલી જીલ્લાના ધારી વિધાનસભા ની પેટા ચૂંટણી અન્વયે ધારી બગસરા,ચલાલા ખાંભાનિ દલિત સમાજના કોંગ્રેસી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આગામી તારીખ ૩/૧૧/૨૦૨૦ ના રોજ સુરેશભાઈ કોટડીયા ના સમર્થન માં અને કોંગ્રેસ પક્ષ ને વિજયી બનાવવા નો નિર્ધાર વ્યક્ત કરેલ.આ મીટીંગ મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અધ્યક્ષ તરુણભાઈ વાઘેલા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના ડેલિગેટ અનિલ નગરારેજી તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ રવજીભાઈ વાઘેલા ,ધારી વિધાનસભા ના દલિત આગેવાનો ગોબર ભાઇ,ધીરુભાઈ ચેરમેન, જસાભાઈ તેમજ રમેશભાઈ ચૌહાણ, સંજયભાઈ વાળા ,રમેશભાઈ દાફડા, અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિ ના પ્રમુખ હસુ બગડા તેમજ જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી અશોકભાઈ ચાવડા, રાજેશભાઈ દામોદરા વિઠ્ઠલભાઈ ચાવડા, રાજુભાઇ સેખા, પ્રહલાદભાઈ સોલંકી,સુરેશભાઈ બથવાર ,વાલજીભાઈ રાઠોડ ચંદુભાઈ,દિપકભાઈ મારું,કમલેશભાઈ દાફડા,વ્રજ બગડા,હરેશ દાફડા,અક્ષય ચોહાણ,રમેશ સરવૈયા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ