AMU ના શતાબ્દી સમારોહમાં પીએમ મોદીએ શું કહ્યું કે સંઘ થયું નારાજ - સાંભળો

વડાપ્રધાન મોદીએ અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરી જણાવ્યું હતું કે આ યુનિવર્સિટી માત્ર એક ઇમારત નથી પરંતુ અહીં શિક્ષણનો 100 વર્ષનો ઈતિહાસ જોડાયેલો છે જે ભારતની ધરોહર છે. અહીં એક ભારત શ્રેષ્ઠ ભારતની મજબૂત ભાવના રહે છે. અહી કુરાન છે અને રામાયણ, ભગવત ગીતા પણ રાખવામાં આવ્યા છે. અહીંનું કેમ્પસ એક મીની ઈન્ડીયા છે. વધુમાં વધુ મુસ્લીમ દીકરીઓને શિક્ષણ મેળવવા પીએમ મોદીએ આહવાન કર્યું હતું. જેમણે અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટીના સમારોહને સંબોધન કર્યુ હોય તેવા વડાપ્રધાન મોદી બીજા એવા વડાપ્રધાન છે. 50 વર્ષ પહેલા 1964માં તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ એએમયુના સમારોહને સંબોધન કર્યુ હતું.
વડાપ્રધાને મોદીએ વિડીયો કોન્ફરન્સીંગથી એએમયુની શતાબ્દી નિમિતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા પુર્વે ખાસ ટપાલ ટિકીટનું વિમોચન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે અહીંથી અભ્યાસ કરીને નીકળેલા વિદ્યાર્થીઓ આખી દુનિયામાં છવાયેલા છે. 100 વર્ષમાં એએમયુએ લાખોના જીવનને સુધાર્યું છે. સર સૈયદ અહમદ ખાને આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.
પીએમ મોદીએ કહ્યુ હતું કે સર સૈયદનો સંદેશ કહે છે કે દરેકની સેવા કરો, ભલે તેનો ધર્મ અથવા જાતિ કોઈપણ હોય. આવી જ રીતે દેશની દરેક સમૃદ્ધિ માટે તેનો દરેક સ્તર પર વિકાસ હોવો જરૂરી છે. આજે દરેક નાગરિકને કોઈ ભેદભાવ વિના વિકાસનો લાભ મળી રહ્યો છે. પીએમએ કહ્યુ કે નાગરિક સંવિધાનથી મળેલા અધિકારોને લઈને નિશ્ચિંત રહે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ જ સૌથી મોટો મંત્ર છે. જે દેશનું છે તે દરેક દેશવાસીનુ છે અને તેનો લાભ દરેકને મળવો જોઈએ. એએમયુ કેમ્પસ એક શહેર જેવું છે. જયાં અનેક ડિપાર્ટમેન્ટ છે, આ યુનિવર્સિટીનું કેમ્પસ જાણે મીની ઈન્ડીયા છે. અહીં ઉર્દૂ ભાષા ભણાવાય છે તો અહીં હિન્દી અને સંસ્કૃત પણ ભણાવાય છે. અહીં કુરાનની હસ્તલિપિ છે તો ભગવત ગીતા અને રામાયણને પણ રાખવામાં આવ્યા છે. અહીંથી તૈયાર થઈ રહેલા વિદ્યાર્થીઓએ ભારતના અન્ય દેશો સાથેના સંબંધો મજબૂત કરવાનું કામ કર્યું છે. અહીં 1000 જેટલા વિદેશી છાત્રો પણ ભણે છે. દેશમાં મઝહબના કારણે કોઈ પાછળ ન રહેવા જોઈએ. બધાં પોતાના સપના પુરા કરે, સૌનો સાથ સૌનો વિકાસ એ જ મૂળ આધાર છે. અમારી ગરીબો માટેની યોજના કોઈ ભેદભાવ વિના બની છે. એક સમય એવો હતો કે મુસ્લીમ દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ 70 ટકાથી વધુ હતો. આજે આ ડ્રોપ આઉટ રેટ 30 ટકા રહી ગયો છે આનું કારણ છે સ્વચ્છ ભારત મિશન. શૌચાલયની કમીથી મુસ્લીમ દીકરીઓ સ્કુલો છોડી દેતી હતી. આજે એમએમયુમાં પણ મહિલા છાત્રોની સંખ્યા વધી છે. ફાઉન્ડર પ્રિન્સીપાલ મહિલા જ હતા. જો મહિલાઓ શિક્ષિત થાય તો તેના અધિકારોને નિશ્ચિત કરી શકે.
વડાપ્રધાન મોદીએ એએમયુના છાત્રને એક ટાસ્ક સોંપ્યો હતો. જે અંતર્ગત એએમયુના છાત્રો એવા સ્વાંતંત્ર સેનાનીઓ વિષે સંશોધન કરે જેના વિશે કોઈ માહિતી નથી. સમાજમાં વૈચારિક મતભેદો સ્વાભાવિક છે પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે મતભેદોથી કિનારો કરવો પડે. આપણા પૂર્વજોએ આઝાદી અપાવી હવે આપણુ કામ છે નવા ભારતના નિર્માણનું. વડાપ્રધાને વિપક્ષને આડે હાથલેટ કહ્યું હતું કે કોઈ સારા ઉદેશથી કામ થાય તો કેટલાક તત્વો નારાજ થાય, કારણ કે તેમાં તેનો સ્વાર્થ હોય છે પણ આપણા મનથી નવા ભારતના નિર્માણના ઉદેશથી આવા લોકોના દ્વેષ સંકોચાઈ જશે. આ દરમિયાન વડા પરધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે જે પણ આ દેશનું છે તે દરેક દેશવાસીનું છે અને તેનો લાભ દરેકને મળવો જોઈએ. પીએમ મોદીના આ નિવેદનને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો જવાબ માનવામાં આવી રહ્યો છે. જેમાં તેમણે દેશની સંપત્તિ લઘુમતીઓના પહેલા અધિકારની વાત કહી હતી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે સમાજના તમામ પછાત અને અલ્પસંખ્યક વર્ગો ખાસ કરીને મુસલમાનોને વિકાસના લાભમાં બરાબરની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તેમનુ સશક્તિકરણ કરવા જવાની જરૂર છે. દેશના સંસાધનો પર પહેલો હક તેમનો જ છે.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com