Ankleshwer : કોંગ્રેસના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયુ

કોંગ્રેસના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા ગુજરાતના રાજ્ય સભાના સાંસદ અહેમદભાઈ પટેલનું નિધન થયુ છે. ત્યારે તેમની અંતિમ ઈચ્છા અને પિરામણ ગામના સ્થાનિક તથા પરિવારના લોકોની લાગણીને ધ્યાને લઈ તેમની દફનવિધિ પિરામણ ગામમાં થાય તેને લઈ પિરામણ ગામમાં અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સાંજે 4.00 કલાકે વડોદરા ખાસ વિમાનથી પાર્થિવ દેહ વડોદરા આવશે અને ગુરૂવારે સુપ્રદ એ ખાક થશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેમની ઇચ્છા હતી કે, તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે. જેને લઈ તેમના વતન પીરામણ ગામમાં કબરની તૈયારીઓ શરૂ દેવાઈ છે. અહેમદ પટેલના નજીકના ગણાતા નાઝુભાઇએ જણાવ્યું હતું કે અહેમદ પટેલના પરિવાર અને પીરામણ ગામના સ્થાનિક લોકોની લાગણી છે કે દફનવિધિ પીરામણ ગામમાં થાય. જોકે હજી સુધી નિર્ણય લેવાયો નથી કે તેમની દફનવિધિ ક્યાં થશે. વડોદરામાં રહેતા અહેમદ પટેલના સાળી દિલ્હી જવા રવાના થયા છે. ત્યારે બીજી તરફ પિરામણ ગામમાં અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કબર ખોદવાની સાથે નમાઝ પઢાવવાની જગ્યા માટે હેલિપેડ પર પણ સાફસફાઈ કરવામાં આવી રહી છે. અહેમદભાઈના ઘર પાસે પણ લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે. હાલ આખુ પીરામણ ગામ શોકમાં ગરકાવ થઈ ગયો છે. ચર્ચા મુજબ સાંજે ચાર વાગ્યે અહેમદભાઈ પટેલનો પાર્થિવ દેહ ખાસ વિમાન મારફતે વડોદરા લવાશે. અને આવતીકાલે એટલે કે ગુરૂવારના રોજ સુપ્રદ એ ખાક થશે.