Arvalli : ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને દૈનિક કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના અત્યારસુધી ગુજરાતમાંથી ૪ હજાર થી વધુ લોકોનો કોરોના ભરખી ચૂક્યો છે. સમગ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં પંજાબ ૩.૨ ટકા સાથે ટોચના,મહારાષ્ટ્ર ૨.૬ ટકા સાથે બીજા, સિક્કીમ ૨.૧૦ ટકા સાથે ત્રીજા સ્થાને છે રાજ્યમાં સતત લોકો કોરોના સંક્રમણથી મોત નીપજી રહ્યા છે અને તેમની અંતિમવિધિ પણ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે થઇ રહી છે ત્યારે આશ્ચર્યજનક રીતે ગુજરાત ૨ ટકા સાથે ચોથા સ્થાને છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાથી મૃત્યુદર ૪.૨ ટકા બાદ સૌથી વધુ મૃત્યુદર ધરાવતા જિલ્લાઓમાં અરવલ્લી ૨.૭૦ ટકા સાથે બીજા સ્થાને સરકારી ચોપડે નોંધાયું છે મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૭ માસમાં ૬૫૦ કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાઈ ચુક્યા છે