Banaskantha : એંજલ સ્કૂલ દ્વારા રીક્ષા ચાલકો 5,000 ના ચેકનું વિતરણ કરાયું

ડીસાની એંજલ સ્કૂલ ની અનોખી પહેલ.. રીક્ષા ચાલકોને દિવાળી પર્વ નિમિત્તે 5,000 ના ચેકનું વિતરણ કરાયું...
સમગ્ર ભારતભરમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે અનેક નાના-મોટા ધંધા રોજગારો ઠપ થઈ ગયા છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી શાળાના બાળકોને સુરક્ષિત શાળાએથી ઘરે લઈ જતા રિક્ષાચાલકોની હાલત કફોડી બની છે ત્યારે આજે ડીસાની એંજલ સ્કૂલ દ્વારા આ તમામ રિક્ષાચાલકોને 5,000 ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું...
કોરોનાવાયરસ ની મહામારી ના કારણે સમગ્ર વિશ્વ ભારે હાલાકી ભોગવી રહી છે ભારત દેશમાં પણ કોરોનાવાયરસ ની મહામારી ના કારણે લોકડાઉન આપવામાં આવ્યું હતું જેના કારણે ભારત દેશમાં તમામ રોજગારો બંધ થઈ ગયા હતા જેના કારણે ચાર મહિના સુધી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જે બાદ લોકડાઉન ખોલવામાં આવ્યું હતું પરંતુ વધતા જતા કોરોનાવાયરસ ના કેસો ના કારણે હાલમાં અનેક નાના-મોટા રોજગારો બંધ પડ્યા છે જેના કારણે અનેક નાના પરિવારો ભારે મુશ્કેલીઓ મીઠી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વર્ષોથી અનેક પરીવારો નાના-મોટા ધંધા-રોજગાર સાથે સંકળાયેલા છે પરંતુ કોરોનાવાયરસ ની મહામારી ના કારણે હાલમાં તમામ ધંધા રોજગારો બંધ હાલતમાં પડ્યા છે જેના કારણે હાલમાં આવા નાના પરિવારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ ભર્યું બની ગયું છે સતત મંદીના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાના અનેક ધંધા-રોજગાર પણ મૃત અવસ્થામાં પડ્યા છે. કોરોનાવાયરસ ની મહામારી ના કારણે બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન બાદ અનેક નાના-મોટા ધંધા-રોજગાર ઉપર મોટી અસર જોવા મળી રહી છે ખાસ કરીને રોજેરોજ જે પરિવારો કમાણી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેવા પરિવારો પર હાલ સૌથી મોટી અસર જોવા મળી રહી છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં રીક્ષાઓ ચલાવી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા રિક્ષાચાલકોને સૌથી મોટી અસર જોવા મળી રહી છે. ડીસામાં ૨૦૦થી પણ વધુ રિક્ષાચાલકો શાળાઓના બાળકોને ઘરે લેવા અને શાળાએ મુકવા માટે વર્ષોથી જોડાયેલા છે પરંતુ છેલ્લા છ મહિનાથી શાળાઓ બંધ રહેતા આવા રિક્ષાચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે આવા રિક્ષાચાલકોને દિવાળી પર્વ જવા માટે પૈસા પણ નથી ત્યારે આજે ડીસા ખાતે કાર્યરત એંજલ સ્કૂલ પરિવાર દ્વારા આવા તમામ રિક્ષાચાલકોને પાંચ પાંચ હજારના ચેકોનું વિતરણ કરતા તમામ રિક્ષાચાલકોએ એંજલ સ્કૂલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો...
ડીસાના રેલવે સ્ટેશન વિસ્તાર પાસે આવેલી એંજલ સ્કૂલ દ્વારા દર વર્ષે અનેક સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે દર વર્ષે એંજલ સ્કૂલ પરિવાર દ્વારા ગરીબોને દાન કરવું, શિયાળામાં ગરીબ પરિવારોમાં ધાબળા વિતરણ કરવું, સિવિલ હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવું જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ દર વર્ષે કરવામાં આવે છે.ત્યારે આજરોજ ડીસાની એજન્સ સ્કુલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી.જ્યારે કોરોના વાયરસની મહામારીમાં આખું વિશ્વ આર્થિક સંક્રમણ અનુભવી રહ્યું છે. ત્યારે ડીસાની એન્જલસ સ્કૂલમાં છેલ્લા દસ વર્ષથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને સુરક્ષિત ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે મુકવામાં નિષ્ઠાપૂર્વક રીક્ષાઓ ચલાવી રહ્યા હતા. તેવા રિક્ષાચાલકોને આજે એંજલ સ્કૂલ પરિવાર દ્વારા દિવાળી પર્વ નિમિત્તે પાંચ પાંચ હજારના ચેક આપવામાં આવ્યા હતા અને અન્ય શાળાઓમાં પણ જોડાયેલા રિક્ષાચાલકોને દરેક શાળા પરિવાર દ્વારા જો આ રીતે સેવા કરવામાં આવે તો અન્ય લોકોની જેમ પણ આવા રિક્ષાચાલકો દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી શકે...