Banaskantha : દુકાનદારોની દુકાનોને સીલ લાગતા તેમની રોજીરોટી છીનવાઇ

ધાનેરાના લાયબ્રેરી વિસ્તારમાં ૩૫ જેટલા દુકાનદારોની દુકાનોને સીલ લાગતા તેમની રોજીરોટી છીનવાઇ છે ત્યારે આ દુકાનદારો પોતાનીજ દુકાનના ઓટલા પર ધંધો કરવા મજબૂર બન્યા છે અને સરકાર પાસે અશ્રુભીની આંખે દુકાને ખોલવા રજૂઆત પણ કરી છે
ધાનેરાના લાઇબ્રેરી વિસ્તારની દુકાનો શ્રી સરકાર થઈ જતા તંત્ર દ્વારા દુકાનો અને દિવાળી પહેલાં જ સીલ મારવામાં આવ્યો હતો જેથી કરીને વેપારીઓની દિવાળી બગડી હતી અને વેપારીઓને માં મુશ્કેલી સાથે દિવાળી વિતાવી હતી તે બાદ આજે આ દુકાનના કેટલાક વેપારીઓ પોતાની જ દુકાનના ઓટલા પર વેપાર કરવા માટે મજબૂર બન્યા છે અને સાથે સાથે સરકાર પાસે અશ્રુભીની આંખ સાથે બે હાથ જોડી પોતાની દુકાન નું સીલ ખોલવા માટે રજૂઆત પણ કરી છે
વેપારીઓની રોજીરોટી છીનવાઇ જતાં વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે ત્યારે તંત્ર પણ આવા વેપારીઓની મુશ્કેલી સમજે અને દુકાનો સીલ ખુલે તેવી લોકોની પણ માંગ ઉઠી રહી છે સરકાર દ્વારા લાઇબ્રેરી વિસ્તાર ની જગ્યા એક સંસ્થાને બાઇબ્રેરી બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી પરંતુ આ સંસ્થાના સંચાલકો દ્વારા લાઇબ્રેરીની આજુ બાજુ દુકાનો બનાવી દુકાન ખૂબ જ ઊંચા ભાવે લોકોને પધરાવી દીધી હતી અને તે બાદ આ લોકો પાસેથી પાઘડી સિસ્ટમથી ભાડું પણ વસૂલ્યો હતું આ તમામ ૩૫ જેટલા લોકો સાથે છેતરપિંડી કરી હતી અને તે બાદ આ જગ્યા વર્ષો પછી શ્રી સરકાર થઈ જતા વેપારીઓએ ભરેલા પૈસા પણ પાણીમાં ગયા છે અને આજે આ વેપારીઓની દુકાનો છીનવાઈ જતા વેપારીઓને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ત્યાના લોકો માંગ કરી રહ્યા છે કે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ટ્રસ્ટીઓને જેલભેગા કરવા જોઈએ અને આ વેપારીઓની ફરી રોજીરોટી મળે તે માટે સરકારના ધારાધોરણ મુજબ આ દુકાનોને સીલ ખોલી વેપારીઓની વારે આવે તેવી લોક માંગ ઉઠી રહી છે