Banaskantha : ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકતા લોકોમાં ભયનો માહોલ

ધાનેરા બસ સ્ટેશનની નજીક રહેણાક વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો તો બીજી તરફ ધાનેરા નગરપાલિકાના બે ફાયર ફાઈટર દ્વારા મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો
ધાનેરા તાલુકા સ્કૂલ ની બાજુમાં અને નવા બસ સ્ટેશન પાસે આવેલા રહેણાક વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં આવેલું છે અને આ ભંગારના ગોડાઉનમાં રાત્રિના સમયે અચાનક આગ ભભૂકતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.આ ભંગારનાં ગોડાઉન ની આજુબાજુ રહેણાક વિસ્તાર આવેલો હોવાથી લોકો પણ ભયભીત બન્યા હતા તો બીજી તરફ ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા તાત્કાલીક ઘટનાસ્થળે આવી આબુ જવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આગ પર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ બન્યો હતો અને લોકોના ના પણ ટોળેટોળા ઉમટી પડયા હતા ત્યારે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાંતશિકારી ના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લોકોને દૂર કરી આગ બુઝાવવા માટે નો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાથી લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો તો બીજી તરફ ધાનેરા નગર પાલિકા ધ્વરા થરાદ તેમજ ડીસાના ફાયર ફાઈટરની પણ મદદ માંગવામાં આવી હતી પરંતુ ભારે જહેમત બાદ આગ પર કાબુ આવી જતાં તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે આગ જેમ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી રહી તેમ તેમ તંત્ર પણ દોડતું થયું હતું અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના ઘર ખાલી કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ જ કાબૂમાં આવી જતાં લોકો અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો
ધાનેરા શહેરના રહેણાંક વિસ્તારમાં આ સિવાય પણ અન્ય કેટલાય ભંગારના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે અને ધાનેરાના રહેણાક વિસ્તારમાં ગાડીઓ તોડવાનો ગોરખ ધંધો પણ ચાલી રહ્યો છે ત્યારે આવા ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તંત્ર પણ દોડતું જાય છે અને લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે જેથી કરીને ધાનેરા લોકોની માંગ છે કે તંત્ર દ્વારા જે રહેણાક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારના ગોડાઉનમાં ધમધમી રહ્યા છે તેમની સામે કાર્યવાહી હાથ ધરી આ તમામ ગોડાઉનો બંધ કરાવવા જોઈએ જેથી કરીને આવનારા સમયમાં થતી તો મોટી હોનારત અટકાવી શકાય