Banaskantha : મુડેઠા ગામના ગ્રામજનો દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામના ગ્રામજનો એ ડીસા નાયબ કલેકટર તેમજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને પ્લોટ ફાળવણી બાબતે આપ્યું આવેદનપત્ર.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં એકવીસ હજાર જેટલી જન સંખ્યા છે.ત્યાર ત્રણ પંચાયત આવેલી છે.જેમાં ગૌચર જમીન આવેલી છે.તેમાં બહાર થી આવતા વિચરતિવિમુક્તિ જાતિના લોકો ને સરકાર દ્વારા પ્લોટ ફાળવવા માં આવી રહ્યા છે.જેથી અમારા ગામમાં પશુઓ માટે ગૌચર ની જમીન ઓછી થઈ રહી છે.પશુઓ માટે પણ જમીન નથી જેથી અમારી માંગ છે.કે જે બહાર થી આવતા લોકોને પ્લોટ ફાળવણી સરકાર દ્વારા રદ કરવામાં આવે તેમજ અમારી ગામ માં જે વિચરતીવિમુક્તિ જાતિ ના લોકો છે.તેમને પ્લોટ ફાળવવા માં આવે તેવી માંગ છે.જો અમારી માંગ સ્વીકારમાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ....