Banaskantha : માસ્ક તેમજ સોશિયલ ડિસટન્સ માટે સઘન ચેકિંગ હાથ ધરાયું

ધાનેરા નગરપાલિકા મામલતદાર અને પોલીસ ટીમ દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડિસટન્સ માટે સઘન ચેકિંગ હાથ ધરાયું
બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના નો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે લોકો કોરોના સંક્રમણ માં ના આવે તે માટે તંત્ર પણ રાત-દિવસ મહેનત કરી રહ્યું છે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મામલતદાર શ્રી બી એસ ખરાડી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સમીરસિંહ ડાભી સહિત તેમની ટીમ તેમજ નગરપાલિકામાંથી રામભાઈ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા ધાનેરાના શહેરી વિસ્તારમાં માસ્ક તેમજ શોશિયલ ડિસટન્સ માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં શાકભાજી ની લારી ગલ્લાવાળા સહિત અવરજવર કરતાં વાહનચાલકો અને પણ માસ્ક માટે કડક સૂચના આપી હતી અને જો કોઈ વ્યક્તિ માસ્ક વગર દેખાય તો તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરી હતી ત્યારે શાકભાજી વેચતી મહિલાઓને પણ સૂચના આપી હતી અને માસ્ક વગર કોઈને શાકભાજીના આપવી તેમજ સોશિયલ ડિસટન્સ જળવાય તે રીતે જ શાકભાજી વેચવી તેવી સૂચના પણ આપી હતી તો બીજી તરફ દુકાનદારોએ સ્વેચ્છાએ સોશિયલ ડિસટન્સ જળવાય તે માટે પોતાની દુકાન આગળ ગોળ રાઉન્ડ બનાવ્યા હતા