Banaskantha : માસ્ક વગર ફરતા લોકોની અટકાયત કરી સ્થળ પરજ કોરોના ટેસ્ટ

કોરોના ટેસ્ટ
બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી તેનો કહેર વરસાવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા-પાલનપુર અને કાંકરેજ વિસ્તારમાં રોજ ૬૦ થી ૭૦ જેટલા નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા તંત્ર સાબદું બન્યું છે ખાસ કરીને વારંવાર સૂચના આપવા છતાં પણ લોકો માસ્ક વગર ફરી છે, સોશિયલ distance જાળવતા નથી તેવા લોકો સામે આજે આરોગ્ય વિભાગ, મામલતદાર, નગરપાલિકા અને પોલીસની ટીમે સાથે મળી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં આજે માસ્ક વગર ફરતા લોકોની અટકાયત કરી તેમનો સ્થળ પરજ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આવા લોકો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરતાં અન્ય કોરોના મામલે બેદરકાર લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો