Bhabhar : ખડોસણ માઇનોર કેનાલમાં દોઠ માસ થી પાણીની રાહ જોઈ થાક્યા ખેડૂતો

વાતો ના વડા વચ્ચે ભાભર ના ખડોસણ માઇનોર કેનાલ માં દોઠ માસ થી પાણી ની રાહ જોઈ થાક્યા ખેડૂતો ક્યાં અને કેટલી રજુઆત કરવી એ સવાલ મુજવી રહ્યો છે ખડોસણ ના ખેડૂતો ને..
આમ તો તત્કાળ સી.એમ નરેન્દ્રભાઈ મોદી નું સપનું હતું કે દરેક વિસ્તારમાં માં કેનાલ ના પાણી મળે કામ પણ થયું કેનાલ પણ આવી પણ કેનાલ માં પાણી ન આવ્યા...જી હા અમે વાત કરી રહ્યા છીએ ભાભર ના ખડોસણ ગામ ની શિયાળુ સિઝન છે ખેતરો પાક થી લહેરાય છે પાક ને જરૂર છે પાણી ની અને જ પાણી નથી કેનાલ માં કેનાલ ના પાણી ના ભરોસે ખેતી કરાઈ અને પાણી ન આવતા આશા ઠગારી નીવડી પરિણામે ખેતરો માં પાક સુકાવવાની અણી પર
ખડોસણ ગામ ની કેનાલ ની વાત કરવામાં આવે છેલ્લા દોઢ માસ થી પાણી નથી આવ્યા સરકારે ફરજ પુરી કરી પણ કેનાલ ના અધિકારી અને ગેટમેન ના પાપે આ વિસ્તાર માં પાણી નથી આવ્યા જેના કારણે દરરોજ મોટી સંખ્યા માં કેનાલ ના પાણી માટે થાય છે ભેગા ખેડૂતો લાખો રૂપિયા ખર્ચી ને કરી ખેતી પરસેવો પાડી ને વાવ્યા એરંડા ધઉ રાયડો અને ઘાસચારો પણ પાણી વિના સુકાવવાની અણી પર
તત્કાળ પી.એમ નરેન્દ્ર મોદી ના સપના પર ગ્રહણ લગાડતા અધિકારીઓ સામે રોષ ની લાગણી તત્કાળ પાણી આપવાની વારંવાર માંગ છતાં બેજવાબદાર અધિકારીઓના પાપે કેનાલ રહી છે કોરી ત્યારે જોવાનું એ રહ્યું કે તતકલ સી.એમ મોદી ના સપના કાયરે પુરા કરવા આ અધિકારી કેનાલ માં પાણી છોડી ખેતરો અને ખેડૂતોમાં ખુશી લાવે છે એ જોવાનું રહ્યું..