Bhavnagar : ઉતરાયણના પર્વે આકાશ રંગબેરંગી પતંગો થી છવાય ગયું

આજે મકરસંક્રાંતિ પર્વે લોકો વહેલી સવાર થી જ અગાસી પર પતંગ યુદ્ધ માટે તૈયાર થઇ ને પહોચી ગયા હતા પરંતુ પવન પડી જતા પતંગ રસિકો ને પતંગ ચગાવવામાં મુશ્કેલી પડી હતી જોકે બપોરે ફરી પવન નીકળતા લોકોએ પતંગ ઉડાવવા ની મોજ લીધી હતી. કોરોના મહામારી ને લઈ અગાસી પર ખાસ ભીડ ન સર્જી લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસ જાળવી રંગબેરંગી પતંગો થી આકાશમાં પતંગ યુદ્ધ માટે જોડાયા હતા. સાથે સાથે પરિવારજનોએ શીંગ, તલ ની ચીકી તેમજ બોર શેરડી ની મજા લીધી હતી
આજે ઉતરાયણ ના પર્વે ભાવનગર નું આકાશ રંગબેરંગી પતંગો થી છવાય ગયું હતું. જોકે લોકો વહેલી સવાર થી જ તૈયાર થઇ ને પોતાની અગાસીઓ પર પહોચી ગયા હતા પરંતુ પવન ના નીકળતા પતંગ રસિકો નિરાશ બન્યા હતા, 12 વાગ્યા બાદ પવન નીકળતા આકાશમાં પતંગ યુદ્ધ માટે લોકો તૈયાર થઇ ગયા હતા. ”એ કાપ્યો છે” ની બુમો સાંભળવા મળી હતી, પોતાના પરિવાર સાથે ઉતરાયણ ની મજા સાથે સાથે તલ સિંગની ચીકી, બોર, શેરડી વગેરે ની પણ લોકોએ મોજ ઉડાવી હતી.