Bhavnagar : ચિત્રકૂટનગર પાસે ડમ્પર ચાલક અને ટુ વ્હીલર મોપેડ વચ્ચે અકસ્માત

ભાવનગરના ચિત્રકૂટનગર પાસે ડમ્પર ચાલક સાથે ટુ વ્હીલર મોપેડ સાથે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત થતા વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભાવનગર ના ભરતનગર ચિત્રકૂટનગર ખાતે રહેતાં નીતિનભાઈ દેવેન્દ્રરાય ઓઝા ઉ.મ.68 ને ટ્રક ચાલકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. નીતિનભાઈ દેવેન્દ્રરાય ઓઝા જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી હોવાનું જાણવા મળેલ છે.
ભાવનગરના ઘોઘારોડ રીંગ રોડ પર ટ્રક ચાલક નંબર GJ04 X 5697 ના ચાલકે બેફીકરાઈથી ચલાવી ને મોપેડ ચાલકને અડફેટે લેતા નીતિનભાઈ દેવેન્દ્રરાય ઓઝા ઉંમર 68 રહે.ચિત્રકૂટનગર, ભરતનગર નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો .વધુ તપાસ હાથ ધરી હતી.