Chotila : ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતીની ઉજવણી

ચોટીલા ગ્રામ્ય ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ.
ચોટીલા ગ્રામ્ય યુવા મોરચા, સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી નિમિતે બાઇક રેલી યોજી
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે ચોટીલા ગ્રામ્ય યુવા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ જાબુંકિયા,એ ઝંડી ફરકાવી ને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.અને રેલી માં જિલ્લા યુવા ભાજપ ના મંત્રી દીપકભાઈ ગમારા,ચોટીલા યુવા ભાજપ ના મહામંત્રી સુરેશભાઈ કુકડીયા,તેમજ દેવરાજભાઈ,મહેશભાઈ સહિત ના યુવા ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા આણંદપુર રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડ થી ચોટીલા ચામુંડા માતાજી ના મંદિર ની તળેટી સુધી બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીનું જેમાં ચોટીલા તાલુકાના ગ્રામ્ય અને તમામ યુવા ભાજપના કારોબારી સભ્યો બાઈક રેલીમાં જોડાયા હતા.