Dabhoi : આરોગ્ય કર્મચારીઓ અચોકસ મુદત ની હડતાળ ઉપર ઉતર્યા

ડભોઇ 70 ઉપરાંત આરોગ્ય કર્મચારીઑ અચોકસ મુદત ની હડતાળ ઉપર ઉતર્યા છે તેમની મુખ્ય બે માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ ના આદેશ અનુશાર હળતાલ શરૂ રાખશે અને કામ થી અડગા રહેશે.
સમગ્ર દેશ માં કોરોના મહામારી ની વેક્ષીણ ની કામગીરી આગામી 16મી જાન્યુઆરી થી પ્રારંભ થનાર છે તેવામાં હવે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ગ્રેડપે માં વધારો તેમજ ફેરની ભથ્થું આપવાની માંગ સાથે અચોકસ મુદતની હડતાળ પર આરોગ્ય કર્મચારીઓ જેમાં મળતી હેલ્થ પારપઝ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેઠ વર્કર, હેલ્થ સુપર વાઇઝર, સહિત 6 જેટલા કેડરના કર્મચારીઓ અચોકસ મુદતની હડતાળ પર ઉતાર્યા છે જેમાં ડભોઇ તાલુકાના 70 જેટલા આરોગ્ય કર્મચારીઓ એ સહકાર આપી અચોક્કસ મુદત ની હડતાળ પર ઉતારી ડભોઇ રંગ ઉપવન બાગ ખાતે એકત્ર થઈ સરકાર પાસે તેમની માંગણીઓ માટે નારા લગાવ્યા હતા. હાલાકી 16મી જાન્યુયારી થી વેક્ષીણ નો પ્રથમ ટ્રાયલ શરૂ થવાનો છે તેવામાં વેક્સિન કાર્યક્રમ માં સરકાર ને સહકાર ન આપવાની ચીમકી આરોગ્ય કર્મચારીઓ એ ઉચ્ચારી છે.