Dabhoi : એકા એક નગર ના રાજ માર્ગો ઉપર ધુમ્મસ ની ચાદર છવાઈ

ડભોઇ પંથકનું 2021 ના શિયાળાનું સૌથી વધારી ધુમ્મસ જોવા મળ્યું શિયાળામાં ધુમ્મસ અને ઠંડી છેલ્લા બે દિવસ થી ડભોઇ પંથકમાં હતી પણ આજે વહેલી સવારે એકા એક નગરના રાજ માર્ગો ઉપર ધુમ્મસની ચાદર છવાઈ હતી જ્યારે ઘરો દુકાનો સહિત શેરીઓ ધુમ્મસ વચ્ચે છુપાઈ ગઈ હતી નગર જનો એ નયન રમ્યા નજારો જોઈ આનંદ અનુભવ્યો હતો. જ્યારે રોડ ઉપર વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
ડભોઇ ખાતે શિયાળા ની રૂતુ માં છેલ્લા 2017 ની શાલ માં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું જે સવારે 9 વાગ્યા સુધી રોડ રસ્તા સહિત શેરીઓ ને છુપાવી દઈ નયન રમ્યા નજારો ઊભો કર્યો હતો ત્યાર બાદ આજે પાંચ બાદ ફરી એક વખત એવો જ નજારો નગર માં જોવા મળ્યો હતો રવીવારે રાત્રીના પવન ના સુસવાટા સાથે ઠંડી નો અહેશાશ તેમજ વહેલી સવારે ગાઢ ધુમ્મસ નગર ના રાજ માર્ગો ઉપર જોવા મળ્યું હતું ડભોઇ નગર ના શેરી મહોલ્લા, દુકાનો ઘરો, સહિત એસ.ટી.ડેપો.કોલેજ, અને ડભોઇ વડોદરા રોડ ઉપર ધુમ્મસ ને પગલે બધુ જ અધરશ્ય થયું હોય તેમ જોવા મળ્યું હતુ. આ ધુમ્મસ નો નજારો આ વખતે સવારે 10 વાગ્યા સુધી રહ્યો હતો જેને પગલે નગર જનો નયન રમ્યા નજારો જોઈ આનંદિત થઈ ઉઠ્યા હતા તો ડભોઇ વડોદરા રોડ તેમજ ડભોઇ તિલકવાડા સહિત ડભોઇ શિનોર રાજપીપડા રોડ ઉપર ગાઢ ધુમ્મસ ને પગલે વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવી પડી હતી. વાહન ધીમી ગાતી એ ચાલવા વાહન ચાલકો મજબૂર બન્યા હતા.