Dabhoi : કોરોના મહામારી ને પગલે સરકાર દ્વારા નવરાત્રી પર્વ પર પ્રતિબંધ

ડભોઇ પંથક માં તા.17મી થી નવરાત્રી પર્વ ની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી થનાર છે ત્યારે ચાલુ સાલ સરકાર દ્વારા કોરોના મહામારી ને પગલે ગાઈડલાઇન અનુસાર જ નવરાત્રીની ઉજવણી કરવાના હુકમ ને પગલે ગરબા તો યોજવાના જ નથી પણ સાથે સાથે મંદિરો માં આરતી સમયે પણ ભક્તો ની ઓછી ભીડ જામશે ત્યારે ચાલુ સાલ આગલા દિવસ સુધી માતાજી ની પ્રતિમાઓ ની હાટળીઓ માં પ્રતિમાઓ જ આવી નથી વેપારીઓ નું કહેવું છે કે ચાલુ સાલ માતાજી ની પ્રતિમા ખરીદી માટે ગ્રાહકો આવ્યા ન હોય ત્યાર ગરબીઓ પણ ઓછી જ લોકો લઈ જાય છે.
ડભોઇ નગર માં નવરાત્રી પર્વ ને કોરના નું ગ્રહણ લાગ્યું તેમ નજરે પડ્યું હતું દર વર્ષે ડભોઇ ના રંગ ઉપવન ભાગ નજીક એક સપ્તાહ પૂર્વે માતાજી ની પ્રતીમાઓ અને ગરબીઓ માટે ને હાટળીઑ મંડાતી હોય છે પણ ચાલુ સાલ કોરોના મહામારી ને પગલે સરકાર દ્વારા નવરાત્રી પર્વ માં ગરબા ની છૂટ અપાઈ નથી જેને પગલે શેરી ગરબા સહિત ના તમામ ગરબા અને શેરીઓ માં સ્થપાતી પ્રતિમાઓ ઉપર રોક લાગી ગઈ છે ચાલુ સાલ કોઈ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો માં માતાજી ની પ્રતિમા ની સ્થાપના થઈ ન હોવાનું પણ જાણવા મડે છે જ્યારે વિવિધ મંદિરો માં પણ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક તેમજ સેનેટાઈજ સાથે ઓછી સંખ્યામાં ભક્તો સાથે આરતી કરવામાં આવનાર છે. નવરાત્રી ગાઈડ લાઇન મુજબ થવાને કારણે ચાલુ સાલ વેપારીઓ દ્વારા પ્રતિમાઓ જ બજાર માં વેચવા લવાઈ નથી જ્યારે ગરબીઓ માં પણ ઓછી ઘરાકી હોવાનું વેપારીઓ નું કહેવું છે.