Dabhoi : યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.39.02 કરોડ ના ટેન્ડરો ને મંજૂરી

ડભોઇ તાલુકાનાં યાત્રાધામ ચાંદોદ અને કરનાળી નર્મદા નદી કિનારાને વિકાસ ના કામોનું નવરાત્રી માં ભૂમિપૂજન થનાર છે ત્યારે ગુજરાત પીવત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.39.02 કરોડ ના ટેન્ડરો ને મંજૂરી મળતા યાત્રા ધામો માં ખુશી ની લહેર પ્રસરી છે.
ડભોઇ તાલુકાનાં યાત્રાધામ ચાંદોદના સુપ્રસિધ્ધ મલહારરાવ ઘાટ થી કુબેરેશ્વર મંદિર કરનાળી સુધી નદીના કાંઠા વિસ્તારો ને છેલ્લા ઘણા સમય થી વિકાસવામાં આવ્યા નથી કુબેરેશ્વર ઘાટ થી મલ્હાર રાવઘાટ નો વિકાસ કરવાનું બીડું ડભોઇ ના ધારા સભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ઉઠાવાયું હતું જ્યારે યાત્રાધામ ખાતે મોટી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓ અને સ્થાનીક રહીશો ને સુવિધા મડે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું કુબેરેશ્વર થી મલ્હારરાવ ઘાટ વચ્ચે બોટીંગ પોઈન્ટ, ફૂડ કોર્ટ, પૂજા સ્થળ, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, સહિત ના વિકાસ ના કામ બે ફેઝમાં ફેરવાના પ્રોજેકટની બ્લ્યુ પ્રિન્ટ પણ બની હતી, યાત્રાધામના નદીના કાંઠા વિસ્તારના વિકાસ ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા કોરોના મહામારીના લોકડાઉન ને કારણે અટવાઈ ગઈ હતી. જ્યારે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના પ્રયાસોને કારણે ચાંદોદ – કરનાળી નર્મદા કાંઠાના વિકાસ ને આખરે ગુજરાત સરકારની લીલી ઝંડી માડી ગઈ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગ્રામ્યસ્તરે મોટા પ્રોજેકટનું ટેન્ડર ફાડવામાં આવ્યું છે ચાંદોદ થી કરનાલી નર્મદા નદીના કાંઠા ના વિકાસ ના લગભગ રૂ.39.02 કરોડના ટેન્ડરની ફાડવાની કરવામાં આવી છે અંદાજીત રૂ.49.92 કરોડના ટેન્ડર માં 20.25 ટકાના ઘટાડા સાથે મંજૂર કરવામાં આવ્યું હતું. કરનાડી ના વિકાસ નું કામ શરૂ કરવાનો હુકમ પણ આપી દેવામાં આવ્યો છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ વડોદરા કોન્ટ્રાકટર મેહુલ જીઓ પ્રોજેકટ એલએલપી ને આગામી 10 દિવસમાં 2.5 ટકા સિક્યોરિટી ડિપોઝીટ પેટે રૂ.1.22 કરોડ અને 5 ટકા પરફોમન્સ બોન્ડ પેટે રૂ.2.44 કરોડ ભરવા તાકીદ કરવામાં આવી છે.


ડભોઇ ના ચાંદોદ અને કરનાળી ના વિકાસ ને ની આ વાત વાયુવેગે પ્રસરતા ચાંદોદ અને કરનાળી માં ખુશીની લહેર પ્રસરી જવા પામીહતી.