Dang : કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહિવટી તંત્રએ મહત્વ પૂર્ણ નીર્ણય કર્યો

રાજ્યમાં કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહિવટી તંત્રએ મહત્વ પૂર્ણ નીર્ણય કર્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે ગીરા ધોધ, બોટોનીકલ ગાર્ડન સહીત કેમ્પ સાઇડ બન્ધ રાખવામાં આવશે.
રાજ્યમાં કોરોના ના વધતાં કેસ ને લઇને સરકારે મોટાં શહેરોમાં કરફ્યુ જાહેર કર્યું છે ત્યારે ડાંગ જિલ્લા વહિવટી તંત્રએ પણ સ્થાનિક લોકોની સુરક્ષા માટે જિલ્લાના પ્રવસાન સ્થળો જેવાકે વઘઇ ના ગીરા ધોધ, બોટનીકલ ગાર્ડન તેમજ મહાલ અને કિલાદ કેમ્પ સાઇડ પ્રવાસીઓ માટે બન્ધ રાખવા નો નિર્ણય કર્યો છે. અને તમામ સ્થળોએ સુરક્ષા ગાર્ડ મૂકી દિધા છે. ઉલ્લેખનિય છે કે આગામી સુચના ન મળે ત્યાં સુધી દરેક સ્થળે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા છે જેને લઈને બહાર થી આવતા પ્રવાસીઓ સાથે સંઘર્ષ ન થાય અને સરકાર દ્વારા લેવાયેલ કોરોના કોવિડ19 ના વાયરસને ફેલાવતા સંક્રમણ ને રોકી શકાય.