Dhrangdhra : અબોલ પશુઓની સારવાર માટે લાખ્ખોના ખર્ચે સારવાર કેન્દ્ર બનાવ્યું

ધ્રાંગધ્રામાં અબોલ પશુઓની સારવાર માટે લાખ્ખોના ખર્ચે સારવાર કેન્દ્ર બનાવ્યુ
ધ્રાંગધ્રામાં અબોલ પશુઓની સેવા કરતો યુવાન રાજ્યના અલગ અલગ શહેરમાં રખડતા શ્વાન (કૂતરા) અને પશુઓને વિવિધ રોગ થતા હોય છે. જેની સારવાર માટે સરકાર તો કાર્ય કરી રહી છે. પણ આવી સેવા કરવા માટે લોકો પણ કાર્ય કરતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા અશિષભાઈ ઠકકર છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી આવા પશુઓની સારવાર કરી રહ્યા છે. આશીષભાઈ પહેલા અબોલ પશુઓને ખવડાવવા નીકળતા હતા ત્યારે ઘાયલ તેમજ બીમાર પશુઓને તેની સારવાર કરવા માટે નો વિચાર આવ્યો સાથે પોતાની પાસે એક શ્વાન હતું. તે ઈજાગ્રસ્ત થયું હતું. તેની સારવાર માટે તેને તકલીફ પડી હતી. તે તકલીફ બીજા પશુઓને ન પડે તે માટે પશુઓની સારવાર કરવાનું શરૂ કર્યું. છેલ્લા ચાર વર્ષમાં ૩૫૦૦ થી ૪૦૦૦ જેટલા પશુઓને સારવાર આપીને પશુઓને નવું જીવન આપ્યુ છે. ધ્રાંગધ્રા શહેરમાં ગમે ત્યારે ગમે તે સમયે આશિષભાઈ ને કોઈનો ફોન આવે તો તે સારવાર માટે જાય છે. તે ઉપરાંત આ પશુઓને સારવાર માટે ૧૧૦૦ ચોરસ વાર જગ્યા ઉપર પોતે એક સારવાર કેન્દ્ર ચલાવે છે. જરૂર પડે તો તેને પોતાના સારવાર કેન્દ્ર ઉપર લાવે છે અને તેની સારવાર કરે છે. આજના જમાનામાં કોઈ પણ પશુઓની સેવા કરવા માટે કાર્ય કરે તે સારું છે પણ આશિષભાઈ પોતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં ધ્રાંગધ્રાની બ્રાન્ચ માં ક્લાર્ક ની ફરજ બજાવતા હતા. પણ તેમની બદલી ચોટીલા થતા તેમણે બેંક ના અધિકારીને વિનંતી કરી કે હું નોકરી કરવા બહાર જઈશ તો આ પશુઓની સારવાર ન થઈ શકે માટે મને અહીયા જ રાખવા વિનંતી કરી પણ તે શક્ય ન બનતા તેમને નોકરીમાંથી રાજીનામું આપી દીધું. હાલ દરરોજ નવા ચાર થી પાંચ કેસ આવે અને તેની સારવાર પણ કરે છે. દર મહિને લગભગ ૧૦૦ થી ૧૨૫ જેટલા પશુઓને સારવાર કરવામાં આવે છે. અને જ્યારે ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા પશુઓની સારવાર એક વર્ષમાં કરવામાં આવે છે. દરેક પશુઓ માટે દવા તેમજ તેને લગતી મેડિકલ વસ્તુઓ સાથે તેમને જમાડવાની વ્યવસ્થા તેમજ તેની રસોઈ બનાવી જાતે જ પશુઓને ખવડાવે છે. સાથે આ પશુઓ માટે એક રજિસ્ટ્રેશન કરવામાં આવે છે તેમાં તેને કયો રોગ છે તેમજ તેનો રંગ કયો છે અને તેની સારવાર સુ ચાલી રહી છે. તેની નોંધ કરવામાં આવે છે. સાથે આશીષભાઈના કાર્યમાં સાથે બહારથી આવેલ તેના મિત્ર જે આ કાર્યથી પ્રભાવિત થઈ અને હાલ તેમને મદદરૂપ થાય છે. સાથે ગ્રામજન પણ આશિષભાઈના આ સેવાના કાર્યને બિરદાવી રહ્યા છે.આશિષભાઈ લોકોને પણ અપીલ કરી રહ્યાં છે. કે આપણે પણ એક માનવની ફરજ બજાવી તેને તકલીફ ન આપી તેનું ધ્યાન રાખી અને તે આપણા ઉપર નિર્ભર હોય ત્યારે તેને ખોરાક અને પાણી આપવાની આપણી ફરજ છે. તેનું પાલન કરવા વિનંતી કરી હતી. સાથે આગામી દિવસોમાં આ પશુઓ માટે પાંચ વિઘા જમીનમાં એક પશુઓની સારવાર માટે એક કેન્દ્ર ખોલવામાં આવશે.