Gandhinagar : SOG દ્વારા MDMA ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ

ગાંધીનગરમાંથી SOG દ્વારા MDMA ડ્રગ્સ સાથે એક શખ્સની કરવામાં આવી ધરપકડ
રાજ્યમાં ડ્રગ્સના માફિયાઓ પગ પેસરો કરી રહ્યા છે ત્યારે તેમની આ અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાત પોલીસ પણ સક્ષમ બની છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં SOG એ સફળતા મેળવી છે. SOG ટીમને મળેલ બાતમીને આધારે સેકટર-2 માંથી ઋષિક પિયુશકુમાર દવે ઉંમર 24 ને MDMA ડ્રગ્સની 151 ટેબ્લેટ સાથે જેની કિંમત 7 લાખ 47 હજાર 500 થાય છે ઉપરાંત અન્ય મોબાઈલ, નિશાન ગાડી મળી કુલ મુદામાલ 10 લાખ 55 હજાર 500 સાથે ધરપકડ કરવામાં આવી છે તેમજ તેને માલ આપનાર નેહાલ સાલવી જે મોટેરા અમદાવાદનો રહેવાસી છે તેના વિરુદ્ધ સેકટર 7 ના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.